જૉહ્ન અબ્રાહમના હોમ પ્રોડક્શનની આગામી ફિલ્મમાં હર્ષવર્ધન રાણા અને અંગિરા ધર જાેવા મળશે

  • 7:58 pm April 5, 2021

અભિનેતા-નિર્માતા જૉહ્ન અબ્રાહમ પોતાના હેમ પ્રોડક્શનની આગલી ફિલ્મ 'તારા વર્સિસ બિલાલ'ના પ્રોડક્શનની તૈયારી કરી રહ્યાં છે. ૪૮ વર્ષનો અભિનેતા કે જે સંજય ગુપ્તા ડિરેક્ટેડ ફિલ્મ મુંબઇ સાગામાં જાેવા મળ્યો હતો. આ અભિનેતાએ પોતાના પ્રોડક્શન હાઉસમાં મદ્રાસ કૈફે, પરમાણુ , બાટલા હાઉસ જેવી ફિલ્મો બનાવી છે.

ફિલ્મ અંગે અંગે માહિતી આપતા અભિનેતાએ જણાવ્યું હતું કે અમે તારા વર્સિસ બિલાલ ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છીએ. જે આપણા જીવનના એક ભાગ જેવી ફિલ્મ હશે. આ ફિલ્મમાં હર્ષવર્ધન અને અંગિરા જાેવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિના અને મે મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને સમર શેખ ડિરેક્ટ કરી રહ્યાં છે.

રાણેને અગાઉ ફિલ્મ 'સનમ તેરી કસમ' અને બેજૉય નાંબિયારની 'તિશ'માં જાેવા મળ્યો હતો જ્યારે ધારને વેબ સીરિઝ 'બંગ બાજા બારાત' અને 'કમાંડો ૩'માં અભિનય કર્યો છે. આ ઉપરાંત તે અજય દેવગનની ફિલ્મ 'મેડે'માં પણ જાેવા મળશે. જાે જૉહ્ન અબ્રાહમની એક્ટિંગ કરિયરની વાત કરીએ તો તે યશરાજ ફિલ્મ્સના આગલા પ્રોજ્ક્ટ 'પઠાન' અને મોહિત સૂરી ડિરેક્ટેડ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જાેવા મળશે.