કોરોનાના વધતા કેસ મામલે લતા મંગેશકરે લોકો પર નિશાન સાંધ્યું

  • 7:58 pm April 5, 2021

કોરોનાએ સમગ્ર દેશમાં ભરડો લીધો છે. સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રની ચિંતા વધારી દીધી છે. કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને રાજકારણીઓ અને સિતારાઓ પણ આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરએ ચિંતા વ્યક્ત કરી છે.

છેલ્લા ઘણા સમયથી લતા મંગેશકર ભલે સંગીતની દુનિયાથી દૂર હોય પરંતુ દર્શકોના દિલમાં તો જગ્યા આજે પણ કાયમ છે. લતા મંગેશકરે હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લતા મંગેશકરે મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. જાણીતા ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

લતા મંગેશકરે કોરોના વાયરસ વિશે કહ્યું, ‘આ ખૂબ જ ખરાબ છે અને આ માટે આપણે જ દોષી છે. ઘણા લોકો દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યાં નથી, માસ્ક પહેરી રહ્યા નથી, પાર્ટીઓમાં હાજરી આપી રહ્યા છે. સેંકડો મહેમાનો સાથે મોટા લગ્નનું આયોજન કરી રહ્યા છે. આપણે નિયમોના ધજાગરા ના ઉડાડવા જાેઈએ પરંતુ તેનું પાલન કરવું જાેઈએ.

આદિત્ય નારાયણ માટે ચિંતા વ્યક્ત કરતાં લતા મંગેશકરે કહ્યું, ‘ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય પણ કોરોનાથી સંક્રમિત છે. નાના બાળકો પણ સંવેદનશીલ છે. વાયરસ કેવી રીતે આપણા શરીરમાં આવે છે તે નિશ્ચિત નથી આઇસોલેશન એક માત્ર ઉપાય છે. આ સાથે જ પોતાનો ખ્યાલ કેવી રીતે રાખે છે તે વિષે પણ કહ્યું હતું

લતા મંગેશકરે કહ્યું, ‘મારા રૂમમાં ફક્ત મારા પરિવારના સભ્યોને જ આવવાની મંજૂરી છે. મને તે લોકો તરફથી મળવાનું યાદ છે જેઓ મારા માટે ખાસ છે. પરંતુ સુરક્ષા બધા કરતા વધુ મહત્વની છે. હું આ દેશના લોકોને આગ્રહ કરું છું કે જાહેરમાં માસ્ક પહેરવા, નિયમિત સ્વચ્છતા કરવા અને વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરું છું. આપણે આ વાયરસ સામે લડવું પડશે અને તેને હરાવવા પડશે.