અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ગુડ બાય’ના શૂટિંગ માટે આખો સ્ટુડિયો બુક કરાવ્યો

  • 7:59 pm April 5, 2021

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં ખરાબ સ્થિતિ હોય તો તે મહારાષ્ટ્ર્‌ની છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે અમિતાભ બચ્ચનએ તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના શૂટિંગ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘ગુડ બાય’ નું શૂટિંગ મુંબઈના ચંદીવલી સ્ટુડિયોમાં શરૂ કરવામાં આવ્યું છે. સેટ પર કોરોનાની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મેકર્સેએ આખો સ્ટુડિયો બુક કરાવી લીધો છે. એટલે કે, હાલ ચાંદિવલી સ્ટુડિયોમાં 'ગુડબાય' ફિલ્મ સિવાય કોઈ ફિલ્મનું શુટિંગ નહીં થાય.

આ ફિલ્મનું નિર્માણ એકતા કપૂર કરી રહી છે. અમિતાભ બચ્ચન પહેલીવાર એકતાના પ્રોડક્શનમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ કરી રહ્યા છે, જ્યારે દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના મહિલા લીડ રોલમાં છે. 

અમિતાભ બચ્ચને ચાંદિવલી સ્ટુડિયોમાં તેની ફિલ્મ્સના શૂટિંગનો પોતાનો અનુભવ એક બ્લોગ દ્વારા શેર કર્યો હતો. બિગ બીએ કહ્યું, શૂટિંગ માટે ઘણી સાવચેતી લેવામાં આવી રહી છે. શૂટિંગના સ્થળની આસપાસ ૩-૪ વાર સેનિટાઇઝ કરવામાં આવે છે. આ એકલા પ્રોજેક્ટ માટે આખો સ્ટુડિયો બુક કરવામાં આવ્યો છે. જાે કે, ઘણી જગ્યાઓ ખાલી રહે છે જેની જરૂરત શૂટિંગ માટે નથી, પરંતુ આવું કરવામાં પાછળનું કારણ એ છે કે કોરોના વાયરસથી બચી શકાય. તે જાેવાનું પણ યાદગાર છે, કારણ કે એક સમય એવો હતો કે અહીં એક સાથે ૧૦ ફિલ્મોનું શૂટિંગ ચાલતું હતું.

ચાંદિવલી સ્ટુડિયો મુંબઈના અંધેરી વેસ્ટમાં ઓપન સ્પેસ સ્ટુડિયો છે. આ સ્ટુડિયોમાં મોટાભાગના ટીવી સિરીયલો શૂટ કરવામાં આવે છે. આ સ્ટુડિયોમાં અમિતાભની ફિલ્મોના ઘણા આઇકોનિક સીન શૂટ પણ કરવામાં આવ્યા છે. તે યાદોમાં ગરકાવ થતાં બિગ બીએ લખ્યું કે આ સ્ટુડિયોનો દેખાવ આજે પણ બદલાયો નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઇતિહાસમાં એક પણ એવી ફિલ્મ નથી કે જેનું શૂટિંગ આ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું ન હોય.