હાઇકોર્ટનાં નિર્દેશ બાદ રાજ્ય ચૂંટણીપંચ એકશનમાંઃ ચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા

  • 6:00 pm April 6, 2021

રાજ્યમાં ગાંધીનગર મનપા અને મોરવા હડફ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે બંને સ્થળો પર ચૂંટણી પ્રક્રિયાને લઇ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં જાેવા મળી રહ્યા છે. અને ચૂંટણી જીતવા માટે તડામાર તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. ત્યારે શક્ય છે કે રાજ્ય ચૂંટણી પંચ રાજ્યમાં કોરોના વાઈરસનો અજગરી ભરડો જાેતા રાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણી પ્રક્રિયાને હાલ પુરતી મોકૂફ રાખવા માટે ર્નિણય લઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના મહામારીનો અજગરભરડો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે સરકારને ટકોર કરવાની ફરજ પડી છે.