સા.અરબનો પાક.ને ઝટકોઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતની નીતિના ભરપેટ વખાણ કર્યા

  • 6:24 pm April 6, 2021

સાઉદી અરબે પાકિસ્તાનને વધુ એક ઝાટકો આપ્યો છે અને એ પણ જમ્મુ-કાશ્મીર મામલે. સાઉદી અરબના મુખ્ય સમાચારપત્ર ‘સાઉદી ગઝટ’માં જમ્મુ-કાશ્મીરને લઈ મોદી સરકારની નીતિઓના ભારોભાર વખાણ કરતા કહ્યું છે કે, કલમ ૩૭૦ હટાવ્યા બાદ ભારત સરકારે આ ક્ષેત્રના વિકાસ માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે, જેનાથી દરેક યુવાનોમાં સકારાત્મક વલણ જાેવા મળી રહ્યું છે.

પાકિસ્તાન અત્યાર સુધી એવુ જ કહેતુ આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદ કાશ્મીરની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ છે. જ્યારે સાઉદી અરબે તેનાથી એકદમ ઉલટુ મોદી સરકારની ભારોભાર પ્રશંસા કરી છે.

‘સઉદી ગઝટ’ એ લખ્યું છે કે, કશ્મીર ખીણના યુવાનો નવા ભારતની પ્રગતિ અને સદ્ધરતાનો ભાગ બનવા માંગે છે. એક જમાનામાં કાશ્મીરી યુવાઓની ઓળખ પથ્થરબાજાે તરીકે થતી હતી પરંતુ કલમ ૩૭૦ હટાવ્યા બાદ તે મુખ્યધાર સાથે જાેડાઈને પોતાનું જીવન સારા માર્ગે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સમાચાર પત્રએ એમ પણ કહ્યું હતું કે, કલમ ૩૭૦ હટાવવાનો ર્નિણય લેવાયો ત્યારે વૈશ્વિક સ્તરે એ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, રાજ્યમાં હિંસા અને અશાંતિ ફેલાશે પરંતુ આમ કંઈ જ ના થયું. પરંતુ તેનાથી વિપરીત યુવાઓએ આ ઐતિહાસિક પરિવર્તનને ખુબ જ સકારાત્મક રીતે આવકાર્યું છે.

સાઉદી ગઝટ સાઉદી અરબનું મુખ્ય અંગ્રેજી સમાચારપત્ર છે. પોતાના રિપોર્ટમાં સમાચારપત્રએ આગળ ઉમેર્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિકાસ માટે અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે. ત્યાં સુધી કે ૫ ઓગષ્ટ, ૨૦૧૯ બાદ આત્મસમર્પણ કરનારા આતંઅક્વાદીઓ પણ હવે મુખ્ય વિચારધારામાં શામેલ થઈ રહ્યાં છે. સાઉદી ગઝટનો આ રિપોર્ટ ભારત અને સાઉદી અરબના મજબૂત થઈ રહેલા સંબંધોને દર્શાવે છે. પાકિસ્તાને આ મુદ્દે સાઉદી અરબને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હ્‌તો પરંતુ ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને તેની કોઈ જ વાતને કાને ધરી નહોતી.