વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, કરાઈ એન્જાેપ્લાસ્ટી

  • 6:42 pm April 6, 2021

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને સંક્રમણ અનેકગણું ફેલાઈ ગયુ છે ત્યારે ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે રાત્રે તબિયત લથડતાં તેઓ ને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, વિધાનસભા અધ્યક્ષ અને વડોદરા રાવપુરા ના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ ગતરોજ સોમવારે સાંજે ૬-૩૦ વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં ભાગ પણ લીધો હતો. દરમિયાન રાત્રે તેમણે હૃદયને સંબંધિત તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હાર્ટ સંબંધિત સમસ્યા સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની રાત્રે એન્જાેપ્લાસ્ટી કરવામાં આવી હતી. દેશભરમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા થોડા સમયમાં ૧૦થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભાના સત્ર દરમિયાન ૧૦થી વધુ ઘારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા.