વટવામાં ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

  • 6:49 pm April 6, 2021

અમદાવાદ શહેરમાં ફરી એક વખત ૧૫ વર્ષની સગીરા હેવાનિયતનો ભોગ બની છે. વટવા વિસ્તારમાં રહેતા હવસના ભૂખ્યા  આરોપીએ સગીરા લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું જાેકે નારોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. નારોલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં દેખાતા હવસના ભુખ્યા આરોપીનું નામ હારુંન દિવાન છે આરોપી વટવા વિસ્તારમાં આવેલ સૈયદ વાડીમાં રહે છે. આરોપી હારુન પોતે કુંવારો છે અને સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી છેલ્લા ૭ મહિનાથી સગીરા સાથે પ્રેમ સબંધ બાંધી અલગ અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો. જાેકે પોલીસે ગણતરીના કલાકો માં આરોપી ની ધરપકડ કરી દીધી છે.

પોલીસ પૂછપરછમાં આરોપી પરિણીત હોવાનું સામે આવ્યું છે. સગીરા ની બાજુમાં રહેતા તેના એક મિત્રને ત્યાં આરોપી આવતો હતો અને એ દરમિયાન સગીરા અને આરોપી વચ્ચે સંપર્ક થયો હતો. જાેકે ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીના પ્રેમસંબંધની જાણ પત્નીને હતા તેની પત્ની સગીરાના ઘરે જઈને આરોપીના અને સગીરાના લગ્ન કરાવી આપવાની જાણ સગીરાની માતાને કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.