ગુજરાતમાં વૅક્સિન લેનારાઓનો આંકડો ૭૫ લાખને પાર, રસી લેવામાં સુરતીઓ મોખરે

  • 6:54 pm April 6, 2021

વિશ્વમાં સૌથી ઝડપી વેક્સિનેશન અભિયાન ભારતમાં થઇ રહ્યું છે. દેશમાં ગુજરાત બીજા ક્રમે છે અને ગુજરાતમાં પણ સુરત કોરોના વેક્સિનેશનમાં પ્રથમ ક્રમાંકે છે. છેલ્લા ૪ દિવસમાં સુરતમાં જ દોઢ લાખથી વધુ શહેરીજનોને કોરોના વેક્સિન લઈને વિક્રમ સજ્ર્યો છે.

કોરોના વેક્સિનેશન માટે સુરતમાં મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લોકો વેક્સિન લે તે માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં સૌથી વધુ વેક્સિનેશન મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં છે. કોરોના વેક્સિન લેવામાં ગુજરાત બીજા ક્રમે છે અને ગુજરાતમાં પણ સૌથી વધુ વેક્સિનેશન સુરતમાં થયું છે. ૧ એપ્રિલથી ૪૫ વર્ષ સુધીની ઉંમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

એક બાજુ સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. બીજી બાજુ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટેની તૈયારીઓ કરી દીધી છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ચાર દિવસ દરમિયાન સુરતમાં દોઢ લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી છે અને આ અભિયાન આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં ૨૪ કલાક લોકોને વેક્સિનેશન આપવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

વેક્સિનેશન ઝડપી બનાવવા આરોગ્ય વિભાગનો પરિપત્ર તમામ જીલ્લા, કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓ માટે કરાયો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓની તમામ રજાઓ રદ્દ કરાઈ છે. જાેકે, કોરોનાની મહામારીનેને જાેતા આ ર્નિણય લેવાયો છે. ૪૫ વર્ષ પછીની ઉંમરનાને રસી આપવામાં આવી રહી છે. ત્યારે એક જ દિવસમાં ગુજરાતમાં ૩ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી આવી વાત પણ સામે આવી હતી. પુરા એક મહિના દરમિયાન લાખો લોકોને વેક્સિન આપવામાં આવશે.