પાક ખેલાડી શાદાબ ખાન અંગૂઠાની ઈજાને કારણે દ.આફ્રિકા સામેની બાકી રહેલી મેચોમાંથી બહાર

  • 7:21 pm April 6, 2021

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાદાબ ખાન વર્તમાન સાઉથ આફ્રિકાની બાકી રહેલી મેચો અને ત્યારબાદ ઝિમ્બાબ્વેનાં પ્રવાસથી અંગૂઠાની ઈજાને કારણે બહાર થઈ ગયો છે. આ માહિતી ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આપી હતી.

શાદાબ ખાન પાકિસ્તાનનાં સ્ટાર ખેલાડીઓમાંથી એક છે. આ સ્થિતિમાં કે તે ઈજાને કારણે ટીમની બહાર છે ખરેખર કોઈ સારા સમાચાર નથી.

શાદાબ દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં બેટિંગ દરમિયાન પંજામાં થયેલી ઈજાને કારણે ચાર અઠવાડિયા મેદાનની બહાર રહ્યો હતો. પાકિસ્તાનનો આફ્રિકા પ્રવાસ ૧૬ એપ્રિલના રોજ સમાપ્ત થશે અને ટીમ ૨૧ એપ્રિલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેની પ્રથમ મેચ રમશે, એટલે કે શાદાબ ઝિમ્બાબ્વે સામે એક પણ મેચ રમી શકશે નહીં.

PCB પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, મેચ બાદ હાથ ધરવામાં આવેલા એક્સ- રે દ્વારા ઇન્ટ્રા આર્ટિક્યુલર કમ્યુનિકેટેડ ફ્રેક્ચરનો ઘટસ્ફોટ થયો હતો. જાે કે તેમાં ન તો કોઈ રિપ્લેસમેન્ટ છે અને ન એંગ્યુલેશન. ઈજાની સારવાર દરમિયાન શાદાબ ચાર અઠવાડિયા માટે બહાર રહેશે.

શાદાબે ટિ્‌વટર પર પણ લખ્યું કે, “બોલ મારા પંજામાં લાગ્યો હતો અને હું ટૂરથી બહાર થઈ ગયો હતો. હું સારું પ્રદર્શન કરી શકીશ નહીં પણ સખત મહેનત કરીશ. હું ફરીથી પાકિસ્તાન તરફથી રમવા માટે બાઉન્સ બેક કરીશ. હું ખૂબ પ્રયત્ન કરું છું. હું માનું છું કે જાે તમે સખત મહેનત કરો તો તમે મુશ્કેલ સમયમાં સરળતાથી લડી શકો છો. હું સખત મહેનત કરીને પાછો આવીશ. પ્રેમ અને સહકાર બદલ તમારો આભાર. ''

શાદાબ ખાને પાકિસ્તાન માટે ૬ ટેસ્ટ, ૪૫ વનડે અને ૪૬ ટી- ૨૦ મેચો રમી છે. આ સમય દરમિયાન, તેના ખાતામાં ૧૪ ટેસ્ટ, ૫૯ વનડે અને ૫૩ ટી- ૨૦ વિકેટ છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામે ૬ અર્ધસદી પણ નોંધાયેલી છે.