કોરોના સંકટઃ વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ કર્મચારીઓ થયા સંક્રમિત

  • 7:50 pm April 6, 2021

ઇન્ડીયન પ્રિમિયર લીગ (આઇપીએલ) ની ૧૪ મી સિઝન શરુ થવા પહેલા જ કોરોના સંક્રમણ ટુર્નામેન્ટ ની ચિંતાઓ ઓછી કરતુ નથી. વાનખેડે સ્ટેડિયમમાં પણ પહેલા જ ૧૦ કર્મચારીઓને કોરોના સંક્રમણ લાગ્યા બાદ હવે બે ગ્રાઉન્ડ સ્ટાફ અને એક પ્લબર કોવિડ ૧૯ ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે. મુંબઇ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) ના સુત્રોએ મંગળવારે આ વાતની પુષ્ટી કરી છે. હવે જાણકારી સામે આવી છે કે, વાનખેડે સ્ટેડિમયમમાં સુરક્ષિત રુપથી આઇપીએલનુ સંચાલન કરવા માટે ગ્રાઉન્ડસ્ટાફના સભ્યો હવે આવન જાવન નહી કરી શકે. તેઓએ હવે સ્ટેડિયમમાં જ રોકાણ કરવુ પડશે.

એમસીએના સુત્રો દ્રારા કહેવામાં આવ્યુ, બે અન્ય ગ્રાઉન્ડ સ્ટાફ અને એક પ્લંબર સોમવારે કોવિડ-૧૯ ટેસ્ટમાં પોઝિટીવ જણાયો હતો. આ પહેલા પણ વાનખેડેનો ગ્રાઉન્ડ સ્ટાફ ના સભ્યો કોરોના સંક્રમિત જણાયા હતા. વાનખેડે સ્ટેડિયમમાં એક ક્લબ હાઉસ છે, આઇપીએલના સુચારુ રુપ થી સંચાલન કરવા માટે મુંબઇમાં લીગ ખતમ થવા લગી સ્ટાફને ત્યાં જ રોકાણ કરવુ પડશે.

પાછળના સપ્તાહમાં વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના સંક્રમણને લઇને કેટલીક ફેંન્ચાઇઝીમાં ડર વ્યાપ્યો હતો. જે ખાસ કરીને મુંબઇમાં રોકામ કરી રહી હતી. એક અધિકારીએ કહ્યુ, આ સ્થિતીને બદી હતી અને હવે સખત પ્રોટોકોલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગ્રાઉન્ડ સ્ટાફ ના સદસ્યો કામકાજ માટે ઘરે થી આવન જાવન કરતા હતા. તેઓની આ આવ-જા ને અટકાવી દીધી છે.

આ અગાઉ કલકત્તા નાઇટ રાઇડર્સ ના બેટ્‌સમેન નિતીશ રાણા કોરોના સંક્રમિત જણાયો હતો. જે મુંબઇમાં જ હતો. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ પણ કોરોના પોઝિટીવ જણાયો હતો. સંજાેગો વસાત તે પણ મુંબઇમાં જ હતો. ત્યાર બાદ આરસીબીના ઓપનર દેવદત્ત પડિક્કલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો, જાે કે તે ચેન્નાઇમાં હતો. આમ આઇપીએલ ની ટુર્નામેન્ટ પહેલા જ કોરોનાએ ડર ઉભો કર્યો હતો. જેને લઇને હવે બીસીસીઆઇએ કોરોના પ્રોટોકોલને વધુ ઝીણવટ ભર્યો બનાવ્યો છે.