પરપ્રાંતિયોના કારણે મહારાષ્ટ્રમાં કોરોનાનુ સંક્રમણ વધારેઃ રાજ ઠાકરે
- 8:05 pm April 6, 2021
મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા સંકટના કારણે આકરા પ્રતિબંધો લાગુ કર્યા છે.તેના પર પ્રત્યાઘાત આપતા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, ગઈકાલે મેં મુખ્યમંત્રી ઉધ્ધ ઠાકરેને ફોન કર્યો હતો.મારે તેમનુ મળવુ હતુ પણ તેમની આસપાસના લોકોને કોરોના થયો છે અને સીએમ પોતે પણ ક્વોરેન્ટાઈન છે.
રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, આ વર્ષે બોર્ડ પરીક્ષા યોજાવી જાેઈએ નહી.વિદ્યાર્થીઓને પ્રમોશન આપવુ જાેઈએ.ગયા વર્ષ કરતા આ વખતે કોરોનાના સંક્રમણનો પ્રસાર વધારે છે. મહારાષ્ટ્ર ઔદ્યોગિક રાજ્ય છે એટલે અહીંયા બીજા રાજ્યોમાંથી આવતા લોકોની સંખ્યા વધારે છે.પશ્ચિમ બંગાળમાં આપણે જાેઈ રહ્યા છે કે, ચૂંટણીના કારણે ભીડ ભાડ હોવા છતા ત્યાં કોરોના નથી. એવુ લાગે છે કે જાણે મહારાષ્ટ્રમાં જ કોરોના છે.કારણકે અહીંયા પર પ્રાંતિયો વધારે આવે છે.બીજી તરફ અન્ય રાજ્યોમાં ટેસ્ટિંગ ઓછુ થાય છે.ટેસ્ટિંગ થાય તો સાચા આંકડા સામે આવશે.
તેમણે કહ્યુ હતુ કે, બહારથી આવતા લોકો માટે ટેસ્ટિંગ ફરજિયાત હોવુ જાેઈએ.બહારના લોકો અહીંયા ક્યારે પણ આવે છે અને ક્યારે પણ જાય છે.તેનાથી મહારાષ્ટ્રના લોકોને ઘરમાં રહેવાનો અને બીજી તકલીફો સહન કરવાનો વારો આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ૧૦૦ કરોડની વસૂલી પ્રકરણમાં રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે, મૂળ મુદ્દો અનિલ દેશમુખે રાજીનામુ આપવુ પડ્યુ તે નથી પણ મહત્વનો મુદ્દો એ છે કે, મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર સચિન વાજેએ કોના કહેવા પર મુકી, વસૂલી તો મહારાષ્ટ્રમાં પહેલા પણ થતી હતી.જાે પરમબીરસિંહને પોલીસ કમિશનર પદેથી બદલી ના કરાઈ હોત તો તે આ રહસ્ય બહાર લાવત?