પાયલોટ બનવા માંગતા નવ વર્ષના બાળકને રાહુલ ગાંધીએ વિમાનની ટુર કરાવી

  • 8:05 pm April 6, 2021

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારમાં વ્યસ્ત છે.તાજેતરમાં કેરાલામાં તેમણે ઓટો રીક્ષાની સવારી કરી હતી અને તેની તસવીરો પણ વાયરલ થઈ હતી.

હવે રાહુલ ગાંધીએ નવા વર્ષના એક બાળકને પોતાના પ્લેનની ટુર કરાવી છે.આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં દેખાય છે કે, રાહુલ ગાંધી બાળકને પ્લેનની દરેક જગ્યાઓ બતાવી રહ્યા છે અને જાણકારી આપી રહ્યા છે.સાથે સાથે રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યુ છે કે, કોઈ સપનુ મોટુ નથી હોતુ.અમે અદ્વૈતના સપનાને સાચુ પાડવા માટે પહેલુ ડગલુ ભર્યુ છે.

વિડિયોમાં રાહુલ ગાંધી બાળકને પૂછે છે કે તું મોટો થઈને શું કરવા માંગે છે ત્યારે બાળક જવાબ આપે છે કે, હું પાયલોટ બનવા માંગુ છુ અને એટલા માટે કે મારે ઉડવુ છે.એ પછી રાહુલ ગાંધી બાળકને વિમાનમાં લઈ જવાની અને વિમાનની કોકપીટ બતાવવાની વ્યવસ્થા કરે છે.

રાહુલ ગાંધીને આ બાળક કેરાલાના પ્રચાર દરમિયાન મળ્યો હતો.એ પછી રાહુલ ગાંધીએ તેને વિમાનની ટુર કરાવી હતી. ઈન્સ્ટાગ્રામ પર લોકો આ વિડિયો ૧૬ લાખ વખત જાેઈ ચુક્યા છે.