મુંબઈ ઇન્ડિયન્સના વિકેટકીપર-કન્સલ્ટન્ટ કિરણ મોરે થયા કોરોના સંક્રમિત

  • 8:10 pm April 6, 2021

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝનની શરૂઆત ૯ એપ્રિલે થવાની છે. આ પહેલાં જ ટૂર્નામેન્ટ પર કોરોનાનું સંકટ છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમના વિકેટકીપર-કન્સલ્ટન્ટ તરીકે ફરજ નિભાવતા કિરણ મોરે કોરોના પોઝિટિવ થયા છે. આ પહેલાં સ્ટેડિયમમાં ૧૦ સ્ટાફ મેમ્બર અને ૬ ઇવેન્ટ મેનેજરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

તમામ સ્ટાફને વાનખેડે સ્ટેડિયમ પાસેના એક ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા છે. બધાને ટ્રાવેલ કરવાની અને સ્ટેડિયમની બહાર નીકળવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. વાનખેડેમાં ૪ ટીમે મેચ રમવાની છે. અહીં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ રમશે. અત્યારે ચારેય ટીમો મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહી છે.

ભારતના પૂર્વ વિકેટકીપર કિરણ મોરેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૫૮ વર્ષીય મોરે મુંબઈ ઇન્ડિયન્સમાં વિકેટકીપર-કન્સલ્ટન્ટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નિવેદનમાં કહ્યું, મોરે એસિમ્પટૉમૅટિક છે અને હાલ આઇસોલેશનમાં છે. મુંબઈ ઇન્ડિયન્સની મેડિકલ ટીમ તેમને સતત મોનિટર કરી રહી છે તેમજ મોરે અને ફ્રેન્ચાઈઝ બીસીસીઆઇ હેલ્થ ગાઇડલાઇન્સને ફોલો કરી રહ્યા છે.