મેન્ટલ હેલ્થ બાબતે ભારતીય ખેલાડીઓની સહનશક્તિ વિદેશીઓ કરતાં વધુઃ ગાંગુલી

  • 8:12 pm April 6, 2021

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું, "ભારતીય ખેલાડીઓ મેન્ટલ હેલ્થ બાબતે કોઈપણ સમસ્યાનો સામનો કરવામાં વિદેશીઓ કરતાં વધુ સહનશક્તિ ધરાવે છે. બાયો-બબલમાં રહેવું અઘરું છે, પરંતુ આપણા ખેલાડીઓ ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયન્સ કરતાં વધુ ટોલરન્ટ છે." કોરોનાકાળમાં ક્રિકેટ બાય-બબલમાં રમાઈ છે. જેમાં ખેલાડીઓની લાઈફ સ્ટેડિયમથી હોટલ અને હોટલથી સ્ટેડિયમ સુધી સીમિત થઈ જાય છે. તેઓ બબલની બહારની કોઈપણ વ્યક્તિને મળી શકતા નથી.

ગાંગુલીએ ઉમેર્યું, હું મારા રમવાના અનુભવથી કહી શકું છું કે, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ મેન્ટલ હેલ્થ સામે સરળતાથી ઝઝૂમે છે અને જલ્દી હાર માની લે છે .છેલ્લા ૬-૭ મહિના બાયો-બબલમાં ક્રિકેટની રમત રમાઈ છે. માત્ર હોટલ રૂમથી ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડમાં દબાણનો સામનો કરીને પાછું હોટલ રૂમમાં જ રહેવું, આ જ રૂટિન સતત ચાલે તો ખરેખર બહુ અઘરું પડે છે. આ સામાન્ય જીવન કરતાં અલગ લાઈફ છે.

ગાંગુલીએ કહ્યું, ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી પછી તેમણે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું રદ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, મેન્ટલ હેલ્થ અને પ્લેયર સેફટી રિસ્કને લીધે ટીમ ટ્રાવેલ નહીં કરે. હા, કોવિડ-૧૯નો ડર તો કાયમ રહેવાનો. પણ તમારે પોઝિટિવ રહેવાની જરૂર છે. મેન્ટલ હેલ્થ પર કામ કરવાની જરૂર છે. તમે કેવી રીતે પોતાને મેન્ટલી ટ્રેન કરો છો એના પર બધું ર્નિભર કરે છે.

૨૦૦૫માં ગાંગુલી પાસેથી કેપ્ટનશિપ છીનવામાં આવી હતી. તેમજ તેને ટીમમાંથી પણ ડ્રોપ કરાયો હતો. તે બાદ પણ દાદાએ હાર ન માનીને શાનદાર વાપસી કરી હતી. આ અંગે તેમણે કહ્યું કે, પરિસ્થિતિ કેવી પણ ભલેને હોય તેનો સામનો કર્યા વગર છૂટકો નથી. પછી તે સ્પોટ્‌ર્સ હોય કે બિઝનેસ કે અન્ય કોઈ વસ્તુ, તમારે સામનો કરવો જ પડે છે. અપ્સ એન્ડ ડાઉન્સ લાઈફનો ભાગ છે. દરેકના જીવનમાં પ્રેસર હોય છે. તમારું માઈન્ડસેટ સારું હોય એ જરૂરી છે.