ઉત્તર કોરિયા ટોક્યો ઓલિમ્પિકમાં કોરોના વાયરસને કારણે સહભાગી નહિં થાય

  • 8:13 pm April 6, 2021

દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રાલયે મંગળવારે આ ર્નિણય બદલ દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, તેમને આશા છે કે, ટોક્યો ઓલિમ્પિક બંને કોરિયાઈ દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને સુધારવાનું સાધન સાબિત થશે. ઉત્તર કોરિયાના રમત મંત્રાલયની એક વેબસાઇટે જણાવ્યું, ૨૫ માર્ચે રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠક દરમિયાન આ ર્નિણય લેવામાં આવ્યો છે. સભ્યો માનતા હતા કે, કોરોનાના રોગચાળા વચ્ચે ખેલાડીઓની સલામતી સર્વોપરી છે.

ઉત્તર કોરિયાએ ૨૦૧૮માં દક્ષિણ કોરિયામાં વિન્ટર ઓલિમ્પિકમાં ૨૨ ખેલાડીઓ મોકલ્યા હતા. સરકારી અધિકારીઓ, કલાકારો, પત્રકારો સિવાય મહિલાઓના 'ચિયરિંગ ગ્રુપ'માં ૨૩૦ સભ્યો હતા. તે રમતોમાં ઉત્તર અને દક્ષિણ કોરિયાએ એકીકૃત કોરિયન દ્વીપકલ્પના પ્રતીક વાદળી નકશા હેઠળ કૂચ કરી હતી.