અભિનેત્રી કેટરીના કૈફ થઈ કોરોના સંક્રમિત

  • 8:14 pm April 6, 2021

દેશભરમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. મહારાષ્ટ્રમાં નાઈટ કફ્ર્યૂ તથા શનિ-રવિ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ એક પછી એક કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે કેટરીના કૈફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કેટરીનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, 'મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઘરમાં જ આઈસોલેટેડ છું. જરૂરી મેડિકલ સૂચનાઓનું પાલન કરી રહી છું. હું વિનંતી કરું છું કે મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાનો ટેસ્ટ કરાવે. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. મહેરબાની કરીને સાવચેત રહો, સંભાળ રાખો.'

વિકી કૌશલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી. તેણે સો.મીડિયામાં કહ્યું હતું, 'તમામ સાવચેતી રાખ્યા હોવા છતાંય મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હોમ ક્વૉરન્ટીન છું. ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર તામમ લોકોએ પોતાનો ટેસ્ટ કરાવી લો. સાવચેતી રાખો અને સલામત રહો.'

વિકી કૌશલ તથા કેટરીના કૈફ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી અફેર હોવાની ચર્ચા થઈ રહી છે. ગયા વર્ષે ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં વિકી તથા કેટરીના સાથે જાેવા મળ્યા હતા. આ પહેલાં બચ્ચન પરિવારની પાર્ટીમાં પણ બંને સાથે હતા. આટલું જ નહીં બંનેએ માલદિવ્સમાં વેકેશન પણ મનાવ્યું હતું. જાેકે, હજી સુધી બંનેમાંથી કોઈએ પોતાના સંબંધો અંગે કંઈ જ કહ્યું નથી.