અભિનેત્રી તાપ્સી પન્નુએ મિતાલી રાજની બાયોપિક 'શબાશ મીટ્ટુ'નું શૂટિંગ કર્યું શરૂ
- 8:15 pm April 6, 2021
અભિનેત્રી તાપ્સી પન્નુએ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજના જીવન પરની બાયોપિક 'શાબાશ મીટ્ટુ'નું શૂટિંગ શરૂ કર્યું છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના સેટની એક તસવીર શેર કરતાં લખ્યું, “તો શરૂ કરીએ..... પહેલો દિવસ.” તેણે એ સાથે હેશટેગ શાબાશ મીટ્ટુ અને હેશટેગ વુમન ઇન બ્લુ લખ્યું હતું.
'પરઝાનિયા' અને 'રઈસ' જેવી ફિલ્મ બનાવવા માટે પ્રખ્યાત રાહુલ ધોળકિયા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે અને વાયાકોમ૧૮ સ્ટુડિયો તેના નિર્માણમાં સામેલ છે.
ગયા મહિને, પન્નુએ જાન્યુઆરીમાં અનુરાગ કશ્યપની ફિલ્મ 'દોબારા' અને 'રશ્મિ રોકેટ'નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું.