રિહાનાએ ન્યૂયોર્કમાં એશિયન સમુદાયના પ્રત્યે નફરત દેખાડનારાઓની વિરૂદ્ધ આંદોલનમાં ભાગ લીધો

  • 8:17 pm April 6, 2021

પોપ સ્ટાર રિહાના છેલ્લાં કેટલાંક દિવસથી ભારતના ખેડૂત આંદોલન પર કરાયેલ ટ્‌વીટને લઇ ચર્ચામાં હતી. હવે યુએસમાં ચાલી રહેલ એશિયન-અમેરિકન સાંપ્રદાયિક આંદોલનમાં પણ તેણે ખૂલીને સમર્થન દેખાડ્યું છે. રિહાનાએ ન્યૂયોર્ક શહેરમાં એશિયન સમુદાયના પ્રત્યે નફરત દેખાડનારાઓની વિરૂદ્ધ આંદોલનમાં ભાગ લીધો છે. તેઓ જમીની સ્તર પર તેના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા.

રિહાના ગુલાબી રંગના પ્લેકાર્ડસ માટે ન્યૂયોર્કના રસ્તા પર ઉતરી. આ પ્લેકાર્ડસ પર મોટા-મોટા અક્ષરોમાં લખ્યું – જી્‌ર્ંઁ છજીૈંછદ્ગ ૐછ્‌ઈ’ એટલે કે એશિયન મૂળના વિરૂદ્ધ નફરત બંધ કરો. આ દરમ્યાન સેફદ ટી-શર્ટ, લેધર પેન્ટસ અને લેધર જેકેટ પહેર્યું હતું. ચહેરા પર માસ્કર લગાવો, આંખો પર સનગ્લાસીસ અને બેઝબોલ કેપ પહેરીને રિહાનાએ સંપૂર્ણપણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં પોતાની આસિસ્ટન્ટ ્‌ૈહટ્ઠ ્‌િર્ેહખ્તની સાથે ઉભી હતી. ્‌ૈહટ્ઠએ રિહાનાની આ તસવીર શેર કરી છે.

એક તસવીરમાં એ પણ જાેવા મળી શકે છે કે રિહાના પોતાના માટે પ્રોટેસ્ટ સાઇન્સ બનાવી રહી છે. ટીના દ્વારા શેર કરાયેલા ફોટોસ અને વીડિયોઝમાં સિંગર આંદોલનકારીઓની સાથે વાત કરતાં પણ દેખાઇ. રિહાનાએ પોતાની ઓળખ છુપાવી નહોતી આથી તેને કોઇ ઓળખી શકયું નહોતું.

રિહાનાનું એશિયન-અમેરિકન સમુદાય માટે સમર્થન મોટી વાત છે. સ્થિતિ એ છે કે ેંજીમા છેલ્લાં કેટલાંક દિવસોથી એશિયન-અમેરિકન મૂળના પ્રત્યે હિંસાની ઘટનાઓ ખૂબ વધી ગઇ છે. એશિયન મૂળના કેટલાંય લોકો આ હિંસાનો શિકાર બન્યા છે. એવામાં હિરાના જેવી આંતરરાષ્ટ્રીય સેલેબ્રિટીનો સપોર્ટ કેટલીય બાબતોમાં અગત્યતા ધરાવે છે.