રાજ્યમાં કડક લોકડાઉન લગાવીને લોકોની છેતરપિંડી કરાઇ છેઃ ભાજપ

  • 6:28 pm April 7, 2021

મહારાષ્ટ્ર સરકાર કડક લોકડાઉન લગાવીને લોકોની છેતરપિંડી કરી રહ્યા છે, એવો આક્ષેપ કરતા ભાજપે મંગળવારે સમાજના વિવિધ વર્ગ માટે નાણાકીય પેકેજ જાહેર કરવાની માગણી પણ કરી હતી.

ભાજપના સ્થાપના દિવસે પક્ષના કાર્યકરોને સંબોધતા રાજ્ય એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે વેપારીઓ અને સામાન્ય લોકો સત્તાધારીઓ દ્વારા કરાતી છેતરપિંડીને સહન નહીં કરશે. ‘વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી હતી ત્યારે તેમને રાજ્યમાં મિનિ લોકડાઉન લગાવવાનું વચન આપ્યું હતું, પરંતુ મૂળ જાહેરનામામાં કડક લોકડાઉન જણાવાયો હતો’, એમ તેમણે જણાવ્યું હતું.

જાહેર કરાયેલા નવા પ્રતિબંધોનો વેપારીઓની વિવિધ સંસ્થાઓ વિરોધ કરી રહી છે. તેઓનું કહેવું છે કે ભલે તેમની ધરપકડ કરવામાં આવે, પરંતુ તેઓ પોતાનો ઉદ્યોગ ચાલુ જ રાખશે. સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરવા પહેલા સામાન્ય લોકો માટે વિચાર કરવો જાેઇએ. ફેરિયાઓ, ઘરકામ કરનારાઓ અને જરૂરિયાતવાળા વર્ગ માટે સરકારે પેકેજ જાહેર કરવા જાેઇએ, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.