દિલ્હી હાઇકોર્ટનો આદેશ, કારમાં એકલા મુસાફરી કરનારા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત
- 6:44 pm April 7, 2021
દિલ્હી હાઈકોર્ટે કોરોના નિયમોને લગતા એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કારની અંદર એકલા બેઠા વ્યક્તિને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. દિલ્હી હાઈકોર્ટે કારને જાહેર સ્થળ માન્યું છે. કોર્ટે કહ્યું કે માસ્ક એક ‘સુરક્ષા કવચ’ છે જે કોવિડ ૧૯ વાયરસના પ્રસારને અટકાવશે.
અરજી દાખલ કરીને, કારમાં એકલા બેઠેલા વ્યક્તિનો માસ્ક પહેરવાના ર્નિણયને પડકારવામાં આવ્યો હતો. જણાવીએ કે, રાજધાની દિલ્હીમાં માસ્ક ન પહેરવા બદલ બે હજાર રૂપિયા દંડ છે. તે જ સમયે, આવા ઘણા અહેવાલો સામે આવ્યા હતા જ્યારે કારમાં એકલા બેઠેલા વ્યક્તિનું ચાલન કાપવા અંગે લોકોનો પોલીસ સાથે વિવાદ થયો હતો. હવે હાઈકોર્ટના આદેશ બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
રાજધાનીમાં કોરોના વાયરસની ગતિ અટકાવવા નાઇટ કફ્ર્યુ લાદવાનું શરુ કર્યું છે. દિલ્હીમાં મંગળવારની રાતથી ૩૦ એપ્રિલ સુધી નાઇટ કફ્ર્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, દિલ્હીના લોકો જરૂરી કામ કર્યા વગર રાત્રે ૧૦ થી સવારે ૫ વાગ્યા સુધી ઘરની બહાર નીકળી શકશે નહીં.
મંગળવારે, રાજધાનીમાં કોવિડ -૧૯ ના ૫૧૦૦ નવા કેસ આવ્યા, જે ગયા વર્ષે ૨૭ નવેમ્બર પછી એક દિવસમાં અહીં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. ગયા વર્ષે ૨૭ નવેમ્બરના રોજ શહેરમાં ૫,૪૮૨ કેસ નોંધાયા હતા. દિલ્હી આરોગ્ય વિભાગ અનુસાર, મંગળવારે આ ચેપને કારણે વધુ ૧૭ દર્દીઓનાં મોત નીપજ્યાં, મૃતકોની સંખ્યા વધીને ૧૧,૧૧૩ થઈ ગઈ.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસના કેસમાં તીવ્ર વધારા વચ્ચે ચેપનો દર ૪.૯૩ ટકા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે આપ સરકાર રોગચાળાની સ્થિતિ અંગે જાગ્રત છે અને તેની નજર રાખી રહી છે.