હવે ભારતમાં થશે રશિયાની સ્પૂતનિક-૫ કોરોના રસીનું ઉત્પાદન
- 7:09 pm April 7, 2021
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રશિયાના આરડીઆઈએફ અને ફાર્મા કંપની પેનેસિયા બાયોટેક સ્પૂતનિક-૫ની કોવિડ ૧૯ રસીના ભારતમાં ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવા સહમત થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ પેનેસિયા બાયોટિકના પ્લાન્ટમાં સ્પૂતનિક ૫નું ઉત્પાદન કરવાથી રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડને આંતરરાષ્ટ્રીય ભાગીદારી કરવામાં મદદ મળશે.
આરડીઆઈએફના સીઈઓ કિરીલ દમિત્રિવએ કહ્યું, પેનેસિયા બાયોટેક સાતે સહયોગ ભારતમાં રસીના ઉત્પાદન આંતરરાષ્ટ્રીય ભાગીદારોને પુરવઠો પૂરો પાડવાના હેતુથી મહત્વપૂર્ણ પગલું છે. પેનેસિયા બાયોટેકના મેનેજિંગ ડિરેકટર રાજેશ જૈને કહ્યું, કંપની સ્પૂતિનક ૫નું ઉત્પાદન આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્લાન્ટમાં કરશે.
જાણીતા મેડિકલ મેગેઝીન લેંસેટ અનુસાર સ્પૂતનિક ૫ની રસી ૯૧.૬ ટકા કારગર છે. તેને વૈશ્વિક સ્તર પર ૫૯ દેશોમાં માન્યતા મળી છે. આ રસીના પ્રત્યેક ડોઝની કિંમત ૧૦ ડોલરથી (આશરે ૭૨૦ રૂપિયા) પણ ઓછી છે.