રામ મંદિર વિરૂદ્ધ બોલનારા નદીમને મળ્યા આગોતરા જામીન

  • 7:20 pm April 7, 2021

અલાહબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની આધારસિળા રાખા વિરૂદ્ધ બારાબંકીના કુર્સી વિસ્તારમાં ભાષણ આપતા ધાર્મિક લાગણીને નુકસાન પહોંચાડવાના આરોપમાં પીએફઆઈના સક્રિય નેતા મોહમ્મદ નદીમના આગોતરા જામીન ફગાવી દીધા છે. પોતાના આદેશમાં જજ ચંદ્રધારી સિંહે  કહ્યું કે, બંધારણમાં આપવામાં આવેલ બોલવાના અધિકારનો એ મતલબ નથી કે તમે બીજા ધર્મ અથવા સમુદાય વિરૂદ્ધ બોલો અને તેનાથી કોઈની ધાર્મિક લાગણીને નુકસાન પહોંચાડવામાં આવે.

આ આદેશ કોર્ટે મોહમ્મદ નદીમ તરફતી દાખલ કરવામાં આવેલ આગોતરા જામીન અરજી પર આપ્યો છે. અરજીનો વિરોધ કરતાં સરકારી વકીલ રાજેશ કુમાર સિંહે  કહ્યું કે, આરોપી વિરૂદ્ધ પુરતા સાક્ષી સામે આવ્યા છે કે તે પીએફઆઈના સક્રિય નેતા છે અને અન્ય ધર્મના લોકોને ભડકાવનાર ભાષણ આપ્યા છે. સિંહે કોર્ટને એ પણ કહ્યું કે, પહેલા પણ આરોપીએ આ પ્રકારના અપરાધ કર્યા છે. જણાવે કે, બારાબંકીની કુર્સી પોલીસે આરોપી નદીમ વિરૂદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવા અને રામ મંદિર વિરૂદ્ધ જેમતેમ બોલવાના કેસમાં આઈપીસીની કલમ ૧૫૩એ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી.

નોંધનીય છે કે, નાગરિકાત સંશોધન અધિનિયમ વિરૂદ્ધ રાજ્યના અનેક જિલ્લામાં હિંસા અને હિંસક પ્રદર્શન થયા હતા. લખનઉમાં હિંસા ભડકાવવામાં પીએફઆઈ સંગઠનનું નામ સામે આવ્યુ હતું જેમાં બે સભ્ય બારાબંકીના મૂળ નિવાસી હતી. કુર્સી પોલીસ સ્ટેશનના ગૌરહાર મજરે બહરૌલીના નદીમની ધરપકડ કરવામાં આવી હતી. તે આ સંગઠનનો કોષાષ્યક્ષ હોવાનું કહેવાય છે. ૧૫ ઓગસ્ટ ૨૦૧૦ની સાજે સફરદરગંજના રામપુર ગામમાં પીએફઆઈ સંગઠનના પોસ્ટર લગાવીને વાતાવરણ બગાડવાનું કામ કર્યું હતું. તેમાં પોલીસે બે લોકો પર દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો. વર્ષ ૨૦૧૯માં મસૌલી અને મોહમ્મદપુરખાલાના કેટલાક વિસ્તારમાં ફરીથી આ સંગઠને પોસ્ટર લગાવીને વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો. કહેવાય છે કે, ઇન્ટેલીજન્સ એજન્સી મારફતે સમગ્ર જિલ્લામાં આ સંગઠનના નેટવર્કને શોધવામાં આવ્યું હતું. તેમાં સફદરગંજ, કુર્સી, મોહમ્મદ પુરખાલા, મસૌલી, કોતવાલી નગર, હૈદરગઢ, રામનગરમાં અંદાજે દોઢસોથી વધારે પીએફઆઈ સભ્ય અને પદાધિકારીની ઓળખ કરવામાં આવી હતી.