હવે પછીના લોકડાઉનના પરિણામો ભયાનક આવશે -સૌમ્યા સ્વામીનાથન

  • 7:24 pm April 7, 2021

ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. જેના કારણે અનેક રાજ્યોમાં વીકેન્ડમાં લોકડાઉન, નાઈટ કરફ્યૂ જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, તો અનેક જગ્યાએ પૂર્ણ લોકડાઉન લગાવવાને લઈને ચર્ચા-વિચારણા ચાલી રહી છે. જાેકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને લોકડાઉનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.

સૌમ્યા સ્વામીનાથને કહ્યું, તેના પરિણામો ભયાનક આવશે. સાથે જ તેમણે મહામારીની બીજી લહેરને નિયંત્રીત કરવામાં લોકોની ભૂમિકા પર ભાર આપ્યો હતો. આ દરમિયાન તેમણે વેક્સીનના ડોઝને લઈને પણ ચર્ચા કરી હતી.

ડોક્ટર સ્વામીનાથને કહ્યું, ત્રીજી લહેરને વિશે વિચારવા અને પૂરતા લોકોને વેક્સીન આપવામાં આવે ત્યાં સુધી બીજી લહેરનો સામનો કરવાનો રહેશે. આ મહામારીમાં હજુ અન્ય અનેક લહેરો હોઈ શકે છે. ડબલ્યુએચઓએ કોવિશિલ્ડ વેક્સીનના ૨ ડોઝની વચ્ચે ૮-૧૨ અઠવાડિયાનું અંતર રાખવાની સલાહ આપી છે. આ સાથે સ્વામીનાથને કહ્યું હતું કે, હાલમાં બાળકોને વેક્સીન લગાવવાની સલાહ અપાઈ નથી. ૨ ડોઝ વચ્ચેના ગેપને ૮-૧૨ અઠવાડિયા સુધી વધારી શકાય છે.

ડબલ્યુએચઓના રીજનલ ડાયરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રીપાલે પણ વેક્સીનની વાત પર ભાર આપ્યો છે. ૭ એપ્રિલે એટલે કે આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના અવસરે તેમણે કહ્યું હતું કે, નવી લહેર આખા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. વેક્સીનની રફ્તારન વધારવાના પ્રયાસ કરવા જરૂરી છે. ખાસ વાત એ છે કે ભારતમાં રોજ લગભગ ૨૬ લાખ વેક્સીનના ડોઝ અપાય છે. આ વાતમાં ભારતથી આગળ અમેરિકા છે. અહીં સરેરાશ ૩૦ લાખ ડોઝ રોજના અપાય છે. 

ગયા વર્ષે લોકડાઉન સમયે પુણેમાં અનેક હોટસ્પોટ રહ્યા હતા. આશિંક રીતે જ્યારે લોકડાઉન હટ્યું ત્યારે આંકડા ફરી વધ્યા. ત્યારે ૧૦ દિવસના લોકડાઉને પણ મદદ કરી ન હતી. આંકડા સતત વધ્યા હતા. લોકડાઉનના સમયે કમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે વાયરસ નાના સમૂહમાં ફેલાયો. જ્યારે લોકડાઉન હટાવાશે ત્યારે તે ઝડપથી ફેલાશે કેમકે લોકડાઉનના તણાવ બાદ લોકો આરામ કરે છે. માર્ચની શરૂઆત થતાં જ કોરોના સંક્રમણના કેસ વધતા જાેવા મળી રહ્યા છે.