મિનિ લોકડાઉનની અફવાઃ મોલ-કરિયાણાની દુકાનોમાં લાગી લાંબી લાઇનો
- 7:53 pm April 7, 2021
કોરોનાની વકરતી જતી સ્થિતિને પગલે મીની લોકડાઉન આવી શકે તેવી ચર્ચાને પગલે લોકોએ કરીયાણાની ખરીદી માટે મોલ અને દુકાન તરફ દોટ લગાવતા લાંબી લાંબી લાઇનો લાગી છે. જાેકે ગ્રાહકોની ભીડને જાેતા ઘણાં દુકાનદારોને સામાજિક અંતર જાળવવું પણ અઘરૂ બની રહ્યું છે.
મહાનગર પાલિકાના ચૂંટણીના પ્રસાર વચ્ચે કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે બેકાબુ બની રહેલી કોરોનાની સ્થિતિને પગલે ગમે ત્યારે મીની લોકડાઉન આવી શકે તેવી ચર્ચાએ જાેર મચાવ્યું છે. આથી લોકો ખરીદી કરવા નિકળતા ઠેર ઠેર ભીડ અને લાંબી લાઇનો જાેવા મળી રહી છે. જાેકે ગત વર્ષે લોકડાઉનમાં કરીયાણાની, દવાની દુકાનો ચાલુ રખાઈ હતી. તેમ છતાં લોકોમાં મીની લોકડાઉનની ચાલતી ચર્ચાએ વેગ પકડ્યું છે. આથી નગરના મોલમાં લોકોની ખરીદીની ભીડ ઉમટી પડી છે. જેને પરિણામે મોલના સંચાલકો દ્વારા ગ્રાહકોને નિયત કરેલા અંતર સાથે લાઇનમાં ઊભા રાખેલા નજરે પડે છે. જ્યારે અમુક મોલમાં ગ્રાહકોને ટોકન આપી દેવાઈ છે.
ટોકનનો નંબર મુજબ ખરીદી કરવા આવેલાઓને મોલમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. જાેકે મીની લોકડાઉનની અફવાના કારણે શાકમાર્કેટમાં રોજ કરતા વધારે ગ્રાહકોની ભીડ પણ જાેવા મળતી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. મીની લોકડાઉનની અસરને પગલે લોકોની ખરીદી કરવાની લાલશાએ સામાજિક અંતર જાળવવાનું ભૂલીને કોરોનાને વધુ વેગ આપી રહ્યા હોય તેવા દ્દશ્યો જાેવા મળ્યા હતા. વર્તમાન સ્થિતિમાં લોકોની જાગૃત્તિ જ કોરોનાની ચેન તોડી શકાશે.