સુરતમાં કોરોના તાંડવઃ માતાનું મોત, દીકરીની હાલત ગંભીર

  • 7:54 pm April 7, 2021

કોરોના વાયરસ સામે સ્મીમેરમાં જંગ લડી રહેલી દીકરીની ચિંતામાં વૃદ્ધ માતાએ જમવાનું છોડી દીધું હતું અને નાની દીકરી પોતાની મોટી બહેનની સ્થિત જાણવા આમતેમ હવાંતિયા મારી રહી હતી. દરમિયાન માતાની તબિયત લથડતા માતાને સુરત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ડાયાબિટીસ પેશન્ટ માતાની તબિયત બગડતા સુરત જનરલ હોસ્પિટલ પહોંચેલી દીકરી કશું સમજી શકે એ પહેલા જ માતાની તબિયત વધુ બગડી હતી અને માતાને તાત્કાલિક ઓક્સિજન આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. સુરત જનરલ હોસ્પિટલના તબીબે જણાવ્યું, માતાને કોઈ અન્ય હોસ્પિટલમાં ખસેડી દો અમારી પાસે બેડની પૂરતી વ્યવસ્થા નથી.

દીકરીએ સ્મીમેર હોસ્પિટલનો સંપર્ક કરતા ત્યાંથી પણ એમ જ કહેવામાં આવ્યું કે હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ છે તમે દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જાઓ. જાેકે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે તૈયારીઓ શરૂ કરતાની સાથે જ માતાની હાલત વધુ બગડી હતી અને સુરત જનરલ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. સ્મીમેરમાં કોરોનાના દર્દી તરીકે દાખલ નાની બહેનને માતાના મોતની જાણ જ નથી અને દીકરી અત્યારે ક્રિટિકલ છે અને કોરોના સામે લડી રહી છે.