જામનગરઃ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શનમા વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન

  • 7:55 pm April 7, 2021

જામનગરની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓએ બુધવારે (૭ જુલાઈ) ઇપીએફ ઑફિસ ખાતે પરિપત્રની હોળી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે આવેદનપત્ર પાઠવી પેન્શનમા વધારાનો લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

જામનગરના નિવૃત્ત કર્મચારીઓએ ઇપીએફ ઑફિસ ખાતે ઇપીએફ ઑફિસર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. જામનગરની જીઇબી, એસટી વિભાગ, ડેરી ઉદ્યોગ, મહાનગરપાલિકા સહિત જુદા જુદા મોટા ઉદ્યોગોના નિવૃત કર્મચારીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા યુનિટ દ્વારા પેન્શન યોજનામાં જે વધારો આપવામાં આવ્યો છે તે વધારો વહેલી તકે નિવૃત્ત કર્મચારીઓને આપવા, તેમજ ઇપીએફ દ્વારા જે નવો પરિપત્ર બહાર પડાયો છે તે નુકશાન કારક હોય માટે નિવૃત્ત કર્મચારીઓ એ પરિપત્રની હોળી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે, નિવૃત્ત કર્મચારીઓની માંગ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.