વડોદરામાં કોરોના સંક્રમિતના ૩૮૫ નવા કેસ નોંધાયા
- 7:57 pm April 7, 2021
વડોદરામાં દિવસેને દિવસે કોરોનાનાં કેસો વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઇ ગયા છે. તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલની અંદર વધુ બેડ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે. બુધવારે (૭ જુલાઈ)એ ૩૮૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં એક કોરોના પોઝિટિવ દર્દીઓનો મોત પણ થયું હતું. ભારતીય ટિમના ક્રિકેટર ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ બાદ બીસીસીઆઇના પૂર્વ ચીફ સિલેક્ટર અને પૂર્વ ભારતીય ટિમના ક્રિકેટર કિરણ મોરે પણ કોરોના સંક્રમિત થયા હતા.
વડોદરામાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે ડૉક્ટર વિનોદ રાવે ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ મુલાકાત લીધી હતી. તેમાં ૧૮૪ સમતાની વેન્ટિલેટરની બેગ ધરાવે છે. જેમાં ૧૧૭ જેટલા દર્દીઓ દાખલ છે. ૫૧૦ કેટલા દર્દીઓ દાખલ કરી છે. ૬૪૫ બેડની વ્યવસ્થા ગોત્રી હોસ્પિટલમાં છે. ગોત્રી હોસ્પિટલનાં પાંચમા માળ પર આવેલા ઓર્થોપેડિક વૉર્ડને કોવિડ વૉર્ડમાં રૂપાંતર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે એક અઠવાડિયાની અંદર પછી હોસ્પિટલની અંદર ૮૨૫ બેડની વ્યવસ્થા થઈ જશે. બીજા નવા ૧૪ એડવાન્સ વેન્ટિલેટર ગોત્રી હોસ્પિટલમાં મૂકવામાં આવતા ૧૮૪ વેન્ટિલેટરની ક્ષમતા થઈ ગઈ છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ હતા હાઇકોર્ટના લૉકડાઉનના ર્નિણયને પગલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. રાજ્યમાં લોકડાઉન લાગવાની દહેશતને પગલે વડોદરાના મોલ અને બજારોમાં ખરીદી માટે નાગરિકો નીકળી ગયા હતા. મોલની અંદર લાંબી લાંબી લાઈનો લગાવીને ઘર સામાનની ખરીદી માટે નાગરિકો નીકળી પડ્યા હતા. નાગરિકો ખરીદી કરવા માટે નીકળતા એક તબક્કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડ્યા હતા. જથ્થાબંધ વેપારીઓને ત્યાં ભીડ પણ લાગી હતી.