ભાવનગરમાં વધુ ૪ લેબોરેટરીને આરટીપીસીઆર રિપોર્ટ માટે મંજૂરી
- 7:59 pm April 7, 2021
શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. ૯૪ કેસ એક દિવસમાં આવ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ૧૩ પીએચસી સેન્ટર બાદ ચાર લેબોરેટરીને આરટીપીસીઆર રિપોર્ટ માટે મંજૂરી આપી દીધી છે. જેથી વધુ લોકોનું ટેસ્ટિંગ અને રિપોર્ટ થઈ શકે.
ભાવનગરના દરેક વૉર્ડમાં આરટીપીસીઆર માટે દરેક આરોગ્ય કેન્દ્ર ઉપર છેલ્લા એક વર્ષથી સુવિધા ચાલુ છે. પ્રવાસ કરવા માગતા લોકો પોતાના વૉર્ડના આરોગ્ય કેન્દ્ર પર રિપોર્ટ કરાવી શકે છે અથવા આરટીપીસીઆર રિપોર્ટ પોતાના વૉર્ડના આરોગ્ય કેન્દ્ર પર કરાવી શકે છે. મહાનગરપાલિકાએ પ્રજા માટે ૧૩ વૉર્ડના પીએચસી સેન્ટરો પર વ્યવસ્થા ઊંભી કરેલી છે. લોકો તેનો લાભ લે તે જરૂરી છે.
ભાવનગર શહેરમાં આરટીપીસીઆર રિપોર્ટ માટે મહમગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો છે. જ્યાં રિપોર્ટ કર્યા બાદ બે દિવસમાં રિપોર્ટનો જવાબ આપવા આવી રહ્યો છે, ત્યારે હાલમાં સરદાર યુવા સંગઠનએ આરટીપીસીઆર કલેક્શન સેન્ટરની માગ કરી હતી. મહાનગરપાલિકાની કોર કમિટીંની બેઠકમાં ર્નિણય લેવાયા બાદ ચાર લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ન્યુબર્ગ સુપરાટેક માઈક્રોપેથ લેબોરેટર, એનજીઆર હેલ્થકેર, આરોગ્ય પેથોલોજી લેબોરેટરી અને ડૉ. ધીરેન શુક્લ - ગ્રીનક્રોસ પેથોલોજી લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. તો આ સાથે બે હોસ્પિટલ ખાનગીમાં ૨૬ બેડ વધારવામાં આવ્યા છે.