મિસીસ શ્રીલંકા સ્પર્ધામાં હોબાળો, વિજેતાના શિરેથી છીનવી લેવાયો

  • 8:05 pm April 7, 2021

શ્રીલંકામાં મિસીસ શ્રીલંકા સ્પર્ધા દરમિયાન જાેરદાર હોબાળો થયો છે અને વિજેતાના શિરેથી સ્ટેજ પર જ તાજ છીનવી લેવામાં આવ્યો. વિજેતાના શિરેથી તાજ છીનવવાનુ કારણ વધુ વિવાદિત છે. વળી, અચાનક તાજ છીનાવાથી મિસીસ શ્રીલંકા વિજેતાના માથા પર ઈજા થઈ છે જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવી પડી.

વાસ્તવમાં, શ્રીલંકામાં રવિવારે મિસીસ શ્રીલંકા પ્રતિસ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શ્રીલંકાની ઘણી સેલિબ્રિટી શામેલ હતા. આ બ્યુટી ક્વીન પ્રતિસ્પર્ધામાં પુષ્પિકા ડી સિલ્વાને વિજેતા જાહેર કરવામાં આવી. વિજેતાના નામની ઘોષણા થતા જ ચારે તરફ તાળીઓ વાગવા લાગી પરંતુ ત્યારે પૂર્વ મિસીસ વર્લ્ડ કેરોલિના જૂરી સ્ટેજ પર આવી ગઈ અને તેણે પુષ્પિકા ડી સિલ્વાના માથેથી મિસીસ શ્રીલંકાનો તાજ છીનવી લીધો. આ ઘટનાથી અવૉર્ડ ફંક્શનમાં હાજર તમામ લોકો ચોંકી ગયા અને કોઈને સમજમાં નહોતી આવી રહ્યુ કે સ્ટેજ પર શું થઈ રહ્યુ છે અને છેવટે મિસીસ શ્રીલંકાના માથેથી વિજેતાનો તાજ કેમ છીનવી લેવામાં આવ્યો છે.

પૂર્વ મિસીસ વલ્ર્ડે મિસીસ શ્રીલંકાના શિરેથી તાજ છીનવવા પાછળ વિચિત્ર દલીલ છે જેણે શ્રીલંકામાં નવા વિવાદને જન્મ આપ્યો છે. પૂર્વ મિસીસ વર્લ્ડ કેરોલિના જૂરીએ મિસીસ શ્રીલંકા પુષ્પિકા ડી સિલ્વાના શિરેથી તાજ છીનવીને કહ્યુ કે તે ડિવોર્સી છે અને તે પોતાના માથે તાજ ન રાખી શકે. અચાનક તાજ કાઢી લેવાથી પુષ્પિકા ડી સિલ્વાના માથા ઘા થઈ ગયો અને પછી તેને હોસ્પિટલ લઈ જવી પડી. કેરોલિના જૂરીએ કહ્યુ કે આ પ્રતિસ્પર્ધા પરિણીત લોકો માટે છે નહિ કે ડિવોર્સી મહિલાઓ માટે. કેરોલિના જૂરીએ સ્ટેજ પર કહ્યુ કે નિયમો મુજબ આ પ્રતિસ્પર્ધામાં ડિવોર્સી મહિલાઓને અવૉર્ડ ન આપી શકાય માટે હું વચમાં આવીને આ તાજ પ્રતિસ્પર્ધામાં બીજા સ્થાને આવેલી વિજેતાના શિરે તાજ પહેરાવી રહી છુ. આ સાથે જ કેરોલિના જૂરીએ પુષ્પિકા ડી સિલ્વાના માથેથી તાજ કાઢી લીધો ત્યારબાદ પુષ્પિકા ડી સિલ્વા રડતા રડતા કાર્યક્રમથી બહાર જતી રહી.

શ્રીલંકાની રાજધાની કોલંબોના એક થિયેટરમાં થઈ રહેલા આ કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યુ હતુ. વળી, હોબાળા બાદ કાર્યક્રમના આયોજકોએ પુષ્પિકા ડી સિલ્વાની આખી ઘટના માટે માફી માંગી અને કહ્યુ કે પુષ્પિકા ડી સિલ્વા ડિવોર્સી નથી, તે માત્ર પોતાના પતિથી અલગ રહે છે. બંનેના ડિવોર્સ થયા નથી. મિસીસ શ્રીલંકા અવૉર્ડ ફંક્શનમાં હોબાળાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે અને આખી દુનિયાના મીડિયાએ આને કવર કર્યુ છે.

કાર્યક્રમમાં માથેથી તાજ ઉતાર્યા બાદ પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યુ કે કાર્યક્રમમાં તેની સાથે જે થયુ છે તે ઘણુ અપમાનજનક છે અને તે આના માટે કાયદાકીય કાર્યવાહી કરશે. તેણે કહ્યુ કે તાજ અચાનક ઉતારવાના કારણે સોનાનો તાજ તેના વાળમાં ફસાઈ ગયો હતો અને ઘણી મુશ્કેલી બાદ તેને કાઢી શકાયો.

પુષ્પિકા ડી સિલ્વાની આંખોમાં આંસુ હતુ અને તે આ અપમાન બાદ કાર્યક્રમમાંથી બહાર જતી રહી. જાે કે, કાર્યક્રમ બાદ આયોજકોએ માફી માંગીને તેનો તાજ તેને પાછો આપી દીધો. પરંતુ પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યુ કે તે આ મામલે કેરોલિના સામે કાયદાકીય કાર્યવાહી કરશે. પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યુ કે તે પોતાના પતિથી અલગ રહે છે તેના ડિવોર્સ થયા નથી. વળી, બીબીસીના રિપોર્ટ મુજબ પોલિસે સમગ્ર ઘટના બાદ તપાસ શરૂ કરીને આયોજકો સાથે અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે.