વિશ્વ સહિત ભારતમાં ઓમિક્રોનના ભય અને બેન્કના વ્યાજદરમાં વધારાને પગલે
- 5:36 pm December 21, 2021
ભારતીય શેરમાર્કેટમાં કડાકો ઃ સેન્સેક્ટ ૧૭૮૪ પોઈન્ટ તૂટ્યુ
સેન્સેક્સના ૩૦ શેરમાંથી માત્ર સનફાર્મામાં વધારો જાેવા મળ્યો હતો. જ્યારે ૨૯ શેરમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. ટાટા સ્ટિલ અને જીમ્ૈં ૪-૪% તૂટ્યો હતો. જ્યારે ૐડ્ઢહ્લઝ્ર બેન્ક, બજાજ ફિસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એરટેલ, ટેક મહિન્દ્રા જેવા શેરમાં ૩-૩% ઘટાડો જાેવા મળ્યો છે.શેરબજારમાં કડાકો જાેવા મળી રહ્યો એનું મુખ્ય કારણ ઓમિક્રોનના વધતા કેસ, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ અને સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજના દરમાં વધારો કરવાની આશંકા છે. છેલ્લા ૪ દિવસમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી ૮૦ હજાર કરોડ રૂપિયા કાઢ્યા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે અચાનક ૦.૧૫થી ૦.૨૫% રેટ વધારી બધાને ચોંકાવી દીધા છે.શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં જ મોટો ઘટાડો જાેવા મળ્યો છે. ઓમિક્રોનના વધતા કેસની અસર શેરબજાર પર જાેવા મળી હતી. હાલ સેન્સેક્સ ૧૭૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫,૨૨૭.૧૮ પર જ્યારે નિફ્ટી ૫૫૯ પોઈન્ટ ઘટાડા સાથે ૧૬,૪૨૫.૫૫ પર કારોબાર કરી રહ્યો હતો. આ ઘટાડા સાથે જ શેરબજારમાં રોકાણકારોએ ૯ લાખ કરોડ ગુમાવ્યા છે. સવારે બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ ૧૩૦૦ પોઈન્ટ તૂટીને ૫૫ હજાર ૭૭૮ પર આવી ગયો હતો, જ્યારે નિફ્ટી ૪૩૦ પોઈન્ટ તૂટીને ૧૬,૫૫૪ પર આવી ગયો હતો. ૬૦ સેકન્ડમાં માર્કેટ કેપ ૫.૫૩ લાખ કરોડ ઘટીને ૨૫૩.૯૪ લાખ કરોડે આવી ગઈ. શુક્રવારે એ ૨૫૯.૪૭ લાખ કરોડ હતી.