સેન્સેક્સમાં ૫૭૪, નિફ્ટીમાં ૧૭૮ પોઈન્ટનો ઊછાળોસપ્તાહના ત્રીજા કારોબોર સત્રમાં બજારમાં તેજી

  • 5:45 pm April 21, 2022

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર તેજી સાથે ખુલ્યું અને એક દિવસના કારોબાર બાદ અંતે લીલા નિશાન પર બંધ થયું. બીએસઈ  સેન્સેક્સ ૫૭૪ પોઈન્ટ અથવા ૧.૦૨ ટકાના ઉછાળા સાથે ૫૭,૦૩૭ પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ૧૭૮ પોઈન્ટ અથવા ૧.૦૫ ટકાના ઉછાળા સાથે ૧૭,૧૩૬ પર બંધ થયો હતો.

અગાઉ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય સૂચકાંકો લીલા નિશાન પર ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ ઈન્ડેક્સ ૨૧૪ પોઈન્ટ અથવા ૦.૩૮ ટકા વધીને ૫૬,૬૭૭ પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ ૫૭ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકાના ઉછાળા સાથે ૧૭,૦૧૬ પર ખુલ્યો હતો.

મંગળવારે, શેરબજારે છેલ્લા ટ્રેડિંગ દિવસે વધારા સાથે શરૂઆત કરી હતી, પરંતુ એક દિવસના અસ્થિર કારોબાર પછી, તે અંતમાં તીવ્ર ઘટાડા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૭૦૩ પોઈન્ટ અથવા ૧.૨૩ ટકાના ઘટાડા સાથે ૫૬,૪૬૩ પર બંધ થયો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી ઇન્ડેક્સ ૨૧૫ પોઇન્ટ અથવા ૧.૨૫ ટકા ઘટીને ૧૬,૯૫૮ પર બંધ થયો હતો.