વેદાંતા ૧ રૂપિયાની ફેસવેલ્યુના શેર પર ૩૧૫૦% ડિવિડન્ડ ચૂકવશે
- 5:22 pm April 29, 2022
મેટલ કિંગના શેરે રોકાણકારોને બખ્ખાં કરાવી દીધાપ્રતિ ઈક્વિટી શેર રૂ. ૩૧.૫૦ના ડિવિડન્ડને મંજૂરી અપાઈ
મેટલ કિંગ તરીકે ઓળખાતા અનિલ અગ્રવાલના નેજા હેઠળની કંપની વેદાન્તાએ ફરી રોકાણકારોને ધી-કેળાં કરાવ્યા છે. કંપનીએ ફરી રૂ. ૩૧.૫૦ રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ૨૮મી એપ્રિલ,૨૦૨૨ના રોજ યોજાયેલ બોર્ડ બેઠકમાં વેદાંતાના બોર્ડ ઓફ ડાયરેક્ટરે પ્રતિ ઈક્વિટી શેર રૂ. ૩૧.૫૦ના ડિવિડન્ડને મંજૂરી આપી છે. પ્રથમ વચગાળાના ડિવિડન્ડ પેટે કંપની ૧ રૂપિયાની ફેસવેલ્યુના શેર પર ૩૧૫૦% ડિવિડન્ડ ચૂકવશે. આ સિવાય કંપનીએ બીએસઈ ખાતેની અખબાર યાદીમાં જણાવ્યું કે નાણાંકીય વર્ષના પ્રથમ વચગાળાના ડિવિડન્ડ પેટે કુલ રૂ. ૧૧,૭૧૦ કરોડ ચૂકવશે. આ ડિવિડન્ડ ચૂકવણી માટે રેકોર્ડ તારીખ ૯ મે, ૨૦૨૨ નિર્ધારિત કરવામાં આવી છે. ગુરૂવારે વેદાંતા લિમિટેડનો શેર ૦.૨૨%ના સામન્ય ઘટાડે રૂ. ૪૧૧.૬૫ પર બંધ આવ્યો છે.