સેન્સેક્સમાં ૧૩૦૬, નિફ્ટીમાં ૩૯૧ પોઈન્ટનું મોટું ગાબડું

  • 5:32 pm May 5, 2022

રેપો રેટમાં ઘટાડો કરતા બજાર પર વિપરિત અસરબીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૨.૬૩ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૨.૧૧ ટકા ઘટ્યો  ઃ  અનેક ક્ષેત્રના શેર તૂટ્યા

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં મામૂલી વધારા સાથે કારોબાર શરૂ થયો હતો, પરંતુ આરબીઆઈની અચાનક મળેલી બેઠકમાં રેપો રેટ વધારવાના ર્નિણય બાદ બજારમાં અચાનક ઉથલપાથલ મચી ગઈ હતી અને ૩૦ શેરોના ઈન્ડેક્સમાં ઘટાડો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ૧૩૦૬ પોઈન્ટ અથવા ૨.૨૯ ટકા ઘટીને ૫૫,૬૬૯ પર બંધ થયો.

સેન્સેક્સની સાથે સાથે આરબીઆઈના ર્નિણયની નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પર પણ ખરાબ અસર પડી હતી અને તે ૩૯૧ પોઈન્ટ અથવા ૨.૨૯ ટકા ઘટીને ૧૬,૬૭૮ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે લગભગ ૮૨૫ શેર વધ્યા હતા, ૨૪૫૪ શેર ઘટ્યા હતા અને ૯૮ શેર યથાવત રહ્યા હતા.

અપોલો હોસ્પિટલ્સ, અદાણી પોર્ટ્‌સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ નિફ્ટીમાં ટોપ લુઝર્સમાં હતા, જ્યારે ઓએનજીસી, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી અને કોટક મહિન્દ્રા બેન્ક લાભાર્થીઓમાં હતા. ઓટો, બેંક, એફએમસીજી, પાવર, મેટલ, રિયલ્ટી, હેલ્થકેર, કેપિટલ ગુડ્‌સ ઇન્ડેક્સ ૧ થી ૩ ટકાના ઘટાડા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૨.૬૩ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૨.૧૧ ટકા ઘટ્યો હતો.

અગાઉ શેરબજાર પાછલા દિવસોની સુસ્તીમાંથી રિકવર થતા લીલા નિશાન પર ખુલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ ૬૪ પોઈન્ટ અથવા ૦.૧૧ ટકા વધીને ૫૭૦૩૯.૬૮ પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ ૨૪ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા વધીને ૧૭,૦૯૩ના સ્તરે ખુલ્યો હતો. સોમવારે સેન્સેક્સ ૮૫ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૫૬,૯૭૬ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ ૩૩ પોઈન્ટ અથવા ૦.૨૦ ટકા ઘટીને ૧૭,૦૬૯ પર બંધ થયો હતો.