મુંબઈને આઇપીએલમાં ૯મી હારનો સામનો કરવો પડ્યો
- 5:19 pm May 11, 2022
રોહિત શર્મા પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો મુંબઈની ટીમ ૧૬૬ રન બનાવી ના શકી, જસપ્રીત બુમરાહનો પાંચ અને ઈશાનની ફિફ્ટી વ્યર્થ ગઈ
રેકોર્ડ ૫ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને આઇપીએલમાં ૯મી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૫૨ રને પરાજય પામ્યા હતા. સોમવારે ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમાયેલી સિઝનની ૫૬મી મેચમાં કોલકાતાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૬૫ રન બનાવ્યા હતા. આ પછી મુંબઈની ટીમ ૧૭.૩ ઓવરમાં ૧૧૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી ઓપનર ઈશાન કિશને ૫૧ રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે ૪૩ બોલમાં ૫ ફોર અને ૧ સિક્સર ફટકારી હતી. જાેકે, તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટકી રહી શક્યા નહોતા. કોલકાતા તરફથી પેસર પેટ કમિન્સે ૩ જ્યારે આન્દ્રે રસેલે ૨ વિકેટ ઝડપી હતી.
૧૬૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખાસ રહી ન હતી અને કેપ્ટન રોહિત શર્મા પહેલી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત (૨) શેલ્ડન જેક્સનના હાથે ટિમ સાઉથીના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ તિલક વર્મા (૬) આન્દ્રે રસેલનો શિકાર બન્યો, જેના કારણે ટીમનો સ્કોર ૫ ઓવરમાં ૨ વિકેટે ૩૨ રન થઈ ગયો હતો. રમનદીપ સિંહ (૧૨) પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને રસેલનો શિકાર બન્યો હતો, જે નીતિશ રાણાના હાથે કેચ થયો હતો. વરુણ ચક્રવર્તીએ ઇનિંગની ૧૩મી ઓવરમાં ટિમ ડેવિડ (૧૩)ને પેવેલિયન મોકલ્યો હતો. અગાઉ વેંકટેશ અય્યર અને અજિંક્ય રહાણેએ કોલકાતાને સારી શરૂઆત અપાવી હતી.
યુવા સ્પિનર કુમાર કાર્તિકેયે આ ભાગીદારી તોડી અને વેંકટેશને ડેનિયલ સામ્સના હાથે કેચ કરાવ્યો હતો. વેંકટેશે ૨૪ બોલની ઈનિંગમાં ૩ ફોર અને ૪ સિક્સર ફટકારી હતી. તેના સિવાય નીતિશ રાણાએ ૨૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૪૩ રન બનાવ્યા હતા. રહાણેએ ૨૫ અને રિંકુ સિંહે અણનમ ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. કોલકાતાએ પાવર પ્લેમાં એક વિકેટે ૬૪ રન પર વર્તમાન સિઝનમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, પરંતુ બુમરાહ (૧૦ રનમાં ૫ વિકેટ) અને કુમાર કાર્તિકેય (૩૨ રનમાં ૨ વિકેટ) એ મુંબઈને પુનરાગમન કરાવ્યું હતું.
નાઈટ રાઈડર્સની ટીમ છેલ્લી ૩ ઓવરમાં માત્ર ૯ રન જ ઉમેરી શકી હતી જેમાં બુમરાહે ૨ ઓવરમાં માત્ર એક રન બનાવ્યો હતો. મુંબઈના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું, ત્યારબાદ વેંકટેશ અને રહાણેએ નાઈટ રાઈડર્સને સારી શરૂઆત અપાવવા માટે ૬૦ રન જાેડ્યા.