સુરતમાં જાહેર રસ્તા પર વગર હેલ્મેટે નીતિ નિયમો નેવે મૂકીને 3 બાળકો બાઈક પર નીકળ્યા
- 10:04 pm August 5, 2023
સુરત,
સુરતમાં 3 નાની ઉંમરના બાળકો બાઈક પર નીકળતાં આશ્ચર્યની સાથે સાથે વાલીઓ બાળકો પ્રત્યે જરા પણ ગંભીર ન હોવાનું સામે આવ્યું છે. સુરતના કામરેજ- સરથાણા હાઈવે પર બાળકોની જોખમી સવારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
તથ્ય પટેલના અકસ્માત બાદ નાની ઉંમરના બાળકો અને સગીરો દ્વારા ચલાવાતા વાહનોને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે વાલીઓને સાવધાન કરતો એક વીડિયો સુરતમાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકો બાઈક લઈને જતાં જોવા મળી રહ્યાં છે. આ બાળકો જાણે નીતિ નિયમોને નેવે મૂકીને વગર હેલ્મેટે બાઈક ચલાવતાં દેખાયા હતાં. રસ્તા પરથી પસાર થતાં અન્ય લોકો પણ આ બાળકોને જોઈને જાણે ડરનો અનુભવ કરી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બાળકો તો અકસ્માત સર્જે સાથે સામેના વાહનચાલકોના જીવને પણ એટલું જ જોખમ હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માતો રોજે રોજ વધી રહ્યાં હોવા છતાં વાલીઓ પોતાના સંતાનોને ઉંમર પહેલાં જ વાહનો આપી દેતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.