ગુજરાતમાં ઓવૈસીનું સ્ફોટક નિવેદન
- 5:51 pm May 16, 2022
આજે હિજાબ પર ચૂપ રહેશો તો કાલે દાઢી કાપવાનું કહેશે, ટોપી ઉતારવાનું કહેશે આપણે હુકુમતને નહિ બદલી શકતા, પણ દલિત અને મુસલમાનોને આપણી પાર્ટી દ્વારા વિધાનસભામાં મોકલી શકીએ અને આપણી આવાજને રાખી શકીએ
છૈંસ્ૈંસ્ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાલ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સતત મોટા નિવેદન કરી રહ્યાં છે. બનાસકાંઠાના વડગામના તાલુકાના મજાદર પાટિયા નજીક છૈંસ્ૈંસ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને અનુંલક્ષીને જંગી સભાને સંબોધન કર્યું હતું. જેમાં અસદુદ્દીન ઓવૈસીને સાંભળવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઔવેસીએ પોતાની પાર્ટીના ઉમેદવારને વડગામ સીટ ઉપરથી જીતાડવા માટે હાકલ કરી હતી અને કોંગ્રેસ પક્ષ તેમજ કેન્દ્ર સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
વડગામના મજાદરમાં અસદુદ્દીન ઓવૈસીએ જંગી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, હિજાબને જિહાદથી જાેડવામાં આવી રહ્યો છે. તેમને હિજાબ ખતરો લાગી રહ્યો છે, પણ દેશને તો ખતરો છે તો ગાંધીના હત્યારાથી ખતરો છે. દેશને ગોડસેના ભક્તોથી ખતરો છે, જાે આજે તમે હિજાબ ઉપર ચૂપ થઈ જશો તો કાલે દાઢી કાપવાનું કહેશે ટોપી ઉતારવાનું કહેશે. હિજાબને એ માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે કે મુસલમાનોનું કલ્ચર છીનવી લેવાય. આપણે હુકુમતને નહિ બદલી શકતા, પણ દલિત અને મુસલમાનોને આપણી પાર્ટી દ્વારા વિધાનસભામાં મોકલી શકીએ અને આપણી આવાજને રાખી શકીએ. જ્ઞાન વ્યાપી મસ્જિદનો મુદ્દો ઉઠાવી દીધો હું
બોલ્યો તો મને કહે કેમ બોલો છો. હું બોલીશ હું એ માટે બોલું છું કે હું જીવતો છું. મરી નથી ગયો. હું એ માટે બોલું છું કે હું અલ્લાહથી ડરું છું. કોઈનાથી ડરતો નથી એટલે બોલું છું. તમે મારુ ભાષણ સાંભળવા આવ્યા હોય તો હું કોઈ કવ્વાલ કે કોઈ ગાવાવાળો નથી કે તમે મારી અવાજ સાંભળવા આવ્યા છો. હું તમારા માટે આવ્યો છું. એ અમને શીખવાડે છે કે મસ્જિદ શું છે. સરવે થયું વીડિયોગ્રાફી થયું તો અમને કહે છે કે શું તકલીફ છે. કેમ તકલીફ ન હોય, હું ૧૯-૨૦ વર્ષનો હતો તો બાબરી મસ્જિદ મારાથી છીનવી લીધું, હવે અમે કોઈ મસ્જીદને નહિ ખોઈએ. મસ્જિદ છે અને રહેશે. જ્ઞાન વ્યાપી મસ્જિદ હતી અને
(અનુસંધાન નીચેના પાને)