સ્લેબ સિટીમાં નથી લોકોના ઘરે ઘડિયાળ કે કેલેન્ડર(

  • 5:11 pm May 19, 2022

ધરતી પર એવી જગ્યા જ્યાં કોઈ કાયદો નથી કરતો કામતેઓ કહે છે કે રણ વિસ્તારમાં બનેલા આ શહેરમાં ન તો પાણીની વ્યવસ્થા છે કે ન તો ગેસ અને વીજળી છે

તમે ભાગ્યે જ એવી કોઈ જગ્યા વિશે જાણતા હશો, જ્યાં નિયમો વગરની જમીન ન હોય. અહીં રહેવા માટે કોઈને ભાડું ચૂકવવું પડતું નથી, ન તો તેણે કોઈ ટેક્સ ચૂકવવો પડે છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવીશું, જેને પૃથ્વીનું ન્ટ્ઠુઙ્મીજજ ઝ્રૈંઅ શહેર માનવામાં આવે છે. અહીં રહેતા લોકો કોઈપણ પ્રકારના બંધનથી બંધાયેલા નથી, તેઓ સંપૂર્ણપણે મુક્ત છે. એક ટીવી ચેનલના હોસ્ટ બેન ફોગલે તેમના કાર્યક્રમમાં આ જગ્યા વિશે જણાવ્યું. તેઓ પોતે આ જગ્યાએ ગયા અને સ્લેબ સિટીની અંદર વિશે જણાવ્યું. કેલિફોર્નિયા, યુએસએમાં આ જગ્યાએ કોઈ નિયમો અને કાયદાઓ કામ નથી કરતાં અને સરકાર જેવી કોઈ વસ્તુ નથી.

તેમાંથી મોટાભાગના લોકો અહીં હાજર છે, જેઓ કાયદાથી બચવા માંગે છે અથવા તેઓ કોઈ માનસિક સમસ્યાથી પીડિત છે. આ જગ્યાએ બંદૂકો અને ડ્રગ્સ સામાન્ય છે કારણ કે તેને રોકવા માટે કોઈ નથી. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ચેનલ ૫ માટે ડોક્યુમેન્ટ્રી બનાવી રહેલા બેન ફોગલ આ શહેરમાં પહોંચ્યા હતા. તેઓ કહે છે કે રણ વિસ્તારમાં બનેલા આ શહેરમાં ન તો પાણીની વ્યવસ્થા છે કે ન તો ગેસ અને વીજળી છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકોએ તાલીમ માટે આ જગ્યા બનાવી હતી, જેને વર્ષ ૧૯૫૬માં તોડી પાડવામાં આવી હતી. તે કાટમાળમાં ફેરવાયેલી જગ્યા હતી,

જે ધીમે ધીમે ભટકનારાઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટે રહેવાનું સ્થળ બની ગયું હતું. અહીં રહેતા લોકો સામાજિક રીતે દુનિયાથી કપાયેલા છે. બેન ફોગલના જણાવ્યા અનુસાર, આ સ્થાનના લોકોને દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. તેમની પાસે ન તો કોઈ ઘડિયાળ છે જેનાથી તેઓ સમય જાેઈ શકે, ન કોઈ કૅલેન્ડર કે જેનાથી તેઓ દિવસ, વર્ષ કે મહિનો જાણી શકે. તેઓ ટીવી પણ રાખતા નથી, જેથી તેઓ દુનિયાના સમાચાર મેળવી શકતા નથી. તેઓ ગમે તેમ ફરતા રહે છે. ઘણા લોકો વિચિત્ર વસ્ત્રો પહેરતા રહે છે.

એવા ઘણા લોકો છે જેઓ ગુના કરીને અહીંથી ભાગી ગયા છે, તો કેટલાક લોકો સામાન્ય દુનિયામાં જે કરી શકતા નથી તે કરવા અહીં આવે છે. એકંદરે, તેમની દુનિયા આઝાદ છે, પરંતુ કાયદાનો અભાવ અહીં સૌથી મોટી ખામી છે.