જીએસટી પરિષદની ભલામણો કેન્દ્ર-રાજ્યોને બાધ્ય નથી ઃ સુપ્રીમ

  • 4:50 pm May 20, 2022

સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ ર્નિણયઆ પ્રકારની ભલામણોને સલાહ-સૂચન તરીકે જાેવી જાેઈએ

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક મહત્વના ર્નિણયમાં જણાવ્યું કે, જીએસટી પરિષદની ભલામણો કેન્દ્ર અને રાજ્યો પર બાધ્યકારી નથી. મતલબ કે, જીએસટી કાઉન્સિલ જે પણ ભલામણો કરે છે તેને લાગુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો બાધ્ય નથી. આ પ્રકારની ભલામણોને ફક્ત સલાહ-સૂચન તરીકે જાેવી જાેઈએ. તે ફક્ત પ્રેરક મૂલ્ય ધરાવે છે. 

ટોચની અદાલતે એમ પણ જણાવ્યું કે, સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પાસે જીએસટી પર કાયદો ઘડવાનો સમાન અધિકાર છે અને જીએસટી પરિષદ આ મામલે તેમને યોગ્ય સલાહો આપવા માટે છે. 

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અંગે જણાવ્યું કે, ભારત એક સહકારી સંઘવાદ ધરાવતો દેશ છે. તેવામાં પરિષદની ભલામણો માત્ર સલાહ તરીકે જ જાેઈ શકાય. તથા રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે એટલો અધિકાર છે કે, તેઓ આ સલાહનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે. 

સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીના અનુસંધાને એમ માની શકાય કે, જીએસટી પરિષદની આગામી બેઠકમાં કેસિનો, હોર્સ રેસ, ઓનલાઈન ગેમિંગ ઉપર ૨૮% જીએસટી અંગે મહત્વનો ર્નિણય લેવાય.