પ્લેઓફમાં, અંતિમ લીગ મેચમાં પણ ધોનીસેનાનો પરાજ
- 5:33 pm May 22, 2022
યશસ્વી જયસ્વાલની અડધી સદી ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બાદ રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ રાજસ્થાન
યશસ્વી જયસ્વાલની અડધી સદી તથા રવિચંદ્રન અશ્વિની આક્રમક ઈનિંગ્સની મદદથી રાજસ્થાન રોયલ્સે પોતાની અંતિમ લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને પરાજય આપીને આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં પ્લેઓફમાં પહોંચી ગયું છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન અને ચેન્નઈની અંતિમ લીગ મેચ હતી. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. મોઈન અલીએ ૯૩ રનની ઈનિંગ્સ રમી હોવા છતાં ચેન્નઈની ટીમ ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૫૦ રન નોંધાવી શકી હતી. જાેકે, ચેન્નઈના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રાજસ્થાનના બેટર્સને હંફાવ્યા હતા. જાેકે, અંતે રાજસ્થાન ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૧ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ચેન્નઈ સુપર કિંગ્સને પોતાની અંતિમ લીગ મેચમાં પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વખતે આઈપીએલની પ્લેઓફમાં પહોંચનારી રાજસ્થાન રોયલ્સ જ એકમાત્ર ટીમ હશે જે ચેમ્પિયન રહી ચૂકી છે. આ સિવાય ત્રણેય ટીમો એવી હશે જે હજી સુધી એક પણ આઈપીએલ ટાઈટલ જીતી શકી નથી. આઈપીએલ-૨૦૨૨માં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બાદ રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી ડેરડેવિલ્સમાંથી એક ટીમ પ્લેઓફમાં પહોંચશે. શુક્રવારે રાજસ્થાન અને ચેન્નઈ વચ્ચેની મેચ બાદ ગુજરાત ટાઈટન્સ ૨૦ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યારે રાજસ્થાને લખનૌને પાછળ રાખીને બીજું સ્થાન મેળવ્યું છે. રાજસ્થાન અને લખનૌ બંનેએ પોત-પોતાની ૧૪ લીગ મેચમાં નવ વિજય નોંધાવ્યા છે અને પાંચ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. બંને ટીમ પાસે ૧૮-૧૮ પોઈન્ટ છે પરંતુ નેટ રનરેટ સારી હોવાના કારણે તે બીજા ક્રમે રહી છે. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ૧૪ મેચમાંથી ફક્ત ચાર મેચ જ જીતી શકી છે. જ્યારે ૧૦ મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ આઠ પોઈન્ટ સાથે નવમાં ક્રમે છે. રાજસ્થાન રોયલ્સ સામે ૧૫૧ રનનો લક્ષ્યાંક હતો પરંતુ તેની શરૂઆત નિરાશાજનક રહી હતી. ટીમનો સ્કોર ૧૬ રન હતો ત્યારે આક્રમક ફોર્મમાં રમી રહેલો જાેસ બટલર આઉટ થઈ ગયો હતો. તેણે ફક્ત બે જ રન નોંધાવ્યા હતા. સુકાન સંજૂ સેમસન ૧૫ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો તો દેવદત્ત પડિક્કલ ફક્ત ત્રણ રન જ નોંધાવી શક્યો હતો. જાેકે, યશસ્વી જયસ્વાલની અડધી સદી તથા અશ્વિનની આક્રમક બેટિંગની મદદથી ટીમે વિજય નોંધાવ્યો હતો. જયસ્વાલે ૪૪ બોલમાં ૫૯ રન નોંધાવ્યા હતા જેમાં તેણે આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.