વિરાટનગર-ઓઢવ ખાતે શહીદયાત્રામાં પ્રચંડ જનમેદની ઉમટી..

  • 8:47 pm August 6, 2023

 

અમદાવાદ,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર શહીદ મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાને તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વીર શહિદના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર  કિરીટભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યઓએ ઉપસ્થિત રહીને વીર શહીદને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના મૂળ વતની મહિપાલસિંહ વાળા ઈન્ડિયન આર્મીમાં જમ્મુ કશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં વીરગતિ પામ્યા છે. શહીદના નિવાસસ્થાને રાષ્ટ્રીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી. શહીદયાત્રામાં વિરાટનગર-ઓઢવ ખાતે ઉપસ્થિત પ્રચંડ જનમેદનીએ શહીદને ભવ્ય વિદાય આપી હતી.