લગ્નના બંધનમાં બંધાઈ જશે ફાસ્ટ બોલર દીપક ચહરૈંઁ

  • 4:02 pm May 23, 2022

ન્માં હજારોની ભીડ વચ્ચે ગર્લફ્રેન્ડને કર્યુ હતું પ્રપોઝચહરના જયા ભારદ્વાજ સાથે એક જૂનના રોજ લગ્ન થશે પરિવારના સભ્યો સિવાય ગણતરીના લોકોને જ આમંત્રણ

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહરના ઘરે ટૂંક સમયમાં શરણાઈ વાગવાની છે. દીપક ચહર જૂન મહિનાની પહેલી તારીખે ગર્લફ્રેન્ડ જયા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. લગ્નમાં પરિવારના લોકો જ હાજર રહેવાના છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દીપક ચહરે આઈપીએલની એક મેચ પછી પેવેલિયનમાં જઈને ગર્લફ્રેન્ડ જયાને પ્રપોઝ કર્યુ હતું.

ઝ્રરીહહટ્ઠૈ જીેॅીિ દ્ભૈહખ્તજના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહર ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે એક જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જવાનો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ લગ્નમાં પરિવારના સભ્યો સિવાય ગણતરીના લોકોને જ આમંત્રણ મોકલવામાં આવશે. દીપક ચહર અને જયા ભારદ્વાજના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાછલી સિઝનમાં દીપક ચહરે પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચ સમાપ્ત થયા પછી પેવેલિયનમાં પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યુ હતું. તે સમયે જયા ભારદ્વાજે પણ પ્રપોઝલ સ્વીકાર્યુ હતુ અને લગ્ન માટે હા પાડી દીધી હતી. આ બધુ એકાએક જ થઈ ગયુ હતુ. હજારોની ભીડ આ પ્રપોઝલની સાક્ષી બની હતી. દીપક ચહરે પેવેલિયન પહોંચીને ઘૂંઠણિયે બેસી પ્રેમનો એકરાર કર્યો હતો. જયાએ હા પાડી દેતા બન્ને ભેટી પડ્યા હતા અને અંગૂઠી પણ પહેરાવી હતી. આ જાેઈને ફેન્સ ઘણાં ખુશ થઈ ગયા હતા.

નોંધનીય છે કે જયા ભારદ્વાજ બિગ બોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. સિદ્ધાર્થ ભારદ્વાજ એક્ટર છે અને એમટીવી સ્પ્લિટ્‌સવિલા સિઝન ૨નો વિજન પણ છે. રિપોર્ટસ અનુસાર, જયા દિલ્હીમાં એક કોર્પોરેટ કંપનીમાં જાેબ કરે છે. 

પ્રપોઝલ બાબતે દીપક ચહરના પિતા લોકેન્દ્ર સિંહ ચહરે જણાવ્યુ હતું કે, દીપક લાંબા સમયથી પોતાની પ્રેમિકાને પ્રપોઝ કરવા માંગતો હતો. દીપક ચહરે આઈપીએલ ૨૦૨૧ના પ્લેઓફ સ્ટેજ દરમિયાન આમ કરવાની યોજના બનાવી હતી. જાે કે ચેન્નાઈ સુપરકિંગ્સના સુકાની એમએસ ધોનીની સલાહ પર તેણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ સીએસકેની અંતિમ લીગ મેચ દરમિયાન પ્રપોઝ કરવાની યોજના ઘડી હતી.