ભારત સાથે મિત્રતા નિભાવવા યુએસ પ્રતિબદ્ધ ઃ જાે બાઈડન
- 5:41 pm May 25, 2022
ક્વાડની બેઠકમાં મોદીની બાઈડન સાથે મુલાકાતભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી સાચા અર્થમાં એક બીજાના વિશ્વાસની ભાગીદારી છે ઃ જાે બાઈડન
જાપાનમાં ક્વાડની બેઠક દરમિયાન પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચે પણ મુલાકાત થઈ હતી.
આ મુલાકાત દરમિયાન બાઈડને કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી સાચા અર્થમાં એક બીજાના વિશ્વાસની ભાગીદારી છે. બંને દેશના એક સમાન હિતો અને મૂલ્યોના કારણે આ વિશ્વાસનુ બંધન વધારે મજબૂત થયુ છે.
તેમણે કહ્યુ હતુ કે, મને ખુશી છે કે, અમે યુએસ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન માટે ભારતમાં કામ ચાલુ રાખવા, વેક્સીન પ્રોડક્શન માટે, ક્લીન એનર્જી માટેના કરાર કરી ચુકયા છે. ભારત અને અમેરિકા ભેગા થઈને ઘણુ બધુ કરી શકે છે. અમે ભારત સાથે મળીને દુનિયાની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ મિત્રતા કરવા માટે કટિબધ્ધ છે.
બાઈડને પીએમ મોદી સામે રશિયા અને યુક્રેન યુધ્ધનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, યુક્રેન પર રશિયાના અન્યાયી અને ક્રુર આક્રમણના કારણે સમગ્ર દુનિયાની ઈકોનોમી પર પડેલા પ્રભાવની ચર્ચા કરી છે અને તેની નકારાત્મકતા કેવી રીતે ઓછી કરી શકાય તેના પર અમેરિકા અને ભારત વાતચીત કરવાનુ ચાલુ રાખશે.