રેડ કાર્પેટ પર હીલ્સ પહેરીને ચાલતાં છોલાઈ ગયા હેલીના પગકાન

  • 4:27 pm May 27, 2022

ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ વિશે હેલીએ વાત કરીભૂખ્યા પેટે ગાઉનના ટ્રાયલ માટે ગઈ હોવાથી મારું ગાઉન સ્ટિચ કરવું પડ્યું હતું ઃ અભિનેત્રી હેલી શાહ

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ હેલી શાહે આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું છે. તેની ફિલ્મ કાયાપલટનું પોસ્ટર લોન્ચ થવાનું હોવાથી તેણે ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. તેણે રેડ કાર્પેટ પર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ, પ્લંગિંગ નેકલાઈનનું સ્ટાઈલિશ ગ્રીન કલરનું ગાઉન પહેરીને એન્ટ્રી મારી હતી. તેણે જ્વેલરીમાં માત્ર બ્રેસલેટ અને ઈયરરિંગ્સ પહેરી હતી સાથે લાઈટ મેકઅપ અને વાળને બાંધી રાખીને લૂકને પૂરો કર્યો હતો. રેડ કાર્પેટ પર વૉક કરતી વખતે તેના ચહેરા પરની સ્માઈલ સતત યથાવત્‌ હતી. તેની તસવીરો ફેન્સને પણ ખૂબ પસંદ આવી હતી.

જાે કે, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જતા પહેલા તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને હાઈ હીલ્સ પહેરી હોવાથી પગ છોલાઈ ગયા હતા. મીડિયા સાથે વાતચીત કરતાં હેલી શાહે જણાવ્યું હતું કે, કાનમાં ડેબ્યૂ માટેની તૈયારી કરવા તેની પાસે માત્ર ૪-૫ જ દિવસ હતા. 'હીલ્સ ક્યારેય કમ્ફર્ટેબલ હોતી નથી. પરંતુ તે પહેરવી પડે છે કારણ કે તે સારી લાગે છે. જ્યારે તમે ગાઉન અથવા ડ્રેસ પહેરો ત્યારે હીલ્સ પહેરવી જરૂરી બની જાય છે. મારા પગ છોલાઈ ગયા છે. હું મજાક નથી કરી રહી. પરંતુ તમારે તેમ કરવું પડે છે', તેમ તેણે કહ્યું હતું. હેલી શાહે ઉમેર્યું હતું કે, તેનું ગાઉન પણ સમયસર આવ્યું નહોતું, જેના કારણે તે પરેશાન થઈ ગઈ હતી.

તે મુખ્યા પેટે ગાઉનના ટ્રાયલ માટે ગઈ હતી. તેથી જ્યારે તેણે ગાઉનનું ટ્રાયલ કર્યું ત્યારે પહેર્યા બાદ તેને સ્ટિચ કરવું પડ્યું હતું. હેલી શાહને ત્યાં ઐશ્વર્યા રાયને મળવાની તક મળી હતી અને તેની દીકરી આરાધ્યા સાથે વાત પણ કરી હતી. તેની તસવીકો શેર કરીને એક્ટ્રેસે લખ્યું હતું કાનમાં ફેન ગર્લ મોમેન્ટ થઈ. એવરગ્રીન બ્યૂટી ઐશ્વર્યા રાય બચ્ચનને મળવાની તક મળી'. તેની ઐશ્વર્યા સાથેની તસવીરો જાેઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા અને તેને 'ક્વીન' કહી હતી. હેલી શાહ સ્વરાગિણી અને દેવાંશી જેવા ટેલિવિઝન શોથી પોપ્યુલર થઈ હતી.