KGF : CHAPTER ૩નો મહત્વનો ભાગ બનશે હૃતિક?

  • 4:48 pm May 27, 2022

હૃતિક રોશન દ્ભય્હ્લ ૩માં કામ કરશે તેવા રિપોર્ટ્‌સફિલ્મના ડિરેક્ટરે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે હાલ તેઓ અન્ય ફિલ્મમાં વ્યસ્ત છે, તે કામ પત્યા બાદ આ ફિલ્મની તૈયારી શરૂ કરશે

એક્ટર યશ સ્ટારર ફિલ્મ દ્ભય્હ્લ ચેપ્ટર ૨એ બોક્સઓફિસ પર કલેક્શનના તમામ રેકોર્ડ તોડી નાખતાં વર્લ્‌ડવાઈડ ૧૨૦૦ કરોડની કમાણી કરી હતી. ફિલ્મ પર દર્શકોએ જબરદસ્ત પ્રેમ વરસાવ્યો હતો. દ્ભય્હ્લ ચેપ્ટર ૧ વર્ષ ૨૦૧૯માં થિયેટરમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી ફેન્સ દ્ભય્હ્લ ચેપ્ટર ૨ની રાહ જાેઈ રહ્યા હતા. જાે કે, વચ્ચે મહામારી નડી જતાં આશરે ૩ વર્ષ બાદ તે રિલીઝ થઈ હતી. દ્ભય્હ્લ ચેપ્ટર ૨ બાદ હવે ફેન્સ દ્ભય્હ્લ ચેપ્ટર ૩ ક્યારે આવશે અને તેમાં શું નવું હશે તેની રાહમાં છે. જાે કે, ડિરેક્ટર પ્રશાંત નીલ સલારનું શૂટિંગ પતાવ્યા પછી દ્ભય્હ્લ ચેપ્ટર ૩ હાથમાં લે તેવી શક્યતા છે. દ્ભય્હ્લ ૨માં સંજય દત્ત અને રવીના ટંડન મહત્વના રોલમાં હતા અને હવે દ્ભય્હ્લ ૩માં બોલિવુડના વધુ એક હેન્ડસમ એક્ટરને કામ કરવાની તક મળે તેવી ચર્ચા છે, આ એક્ટર બીજાે કોઈ નહીં પરંતુ હૃતિક રોશન છે. દ્ભય્હ્લની ફ્રેન્ચાઈઝીના પ્રોડ્યૂસર વિજય કિરાગંદુરે રિપોર્ટ્‌સ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અપકમિંગ ફિલ્મમાં કોણ ઉમેરાશે તે અંગેની સ્ટાર કાસ્ટ વિશે હજી ર્નિણય લીધો નથી. આ વર્ષે દ્ભય્હ્લ ચેપ્ટર ૩ પર કામ થવાનું નથી. મેકર્સ પાસે કેટલાક પ્લાન છે, પરંતુ પ્રશાંત નીલ આ સમયે 'સલાર'માં વ્યસ્ત છે અને યશ પણ ખૂબ જલ્દી તેની નવી ફિલ્મની જાહેરાત કરવાનો છે. તેથી, જ્યારે બંને પોતાના કમિટમેન્ટમાંથી ફ્રી થશે ત્યારે દ્ભય્હ્લ ૩નું કામ શરૂ કરશે. હાલ, તેમની પાસે ત્રીજા ભાગનું કામ ક્યારે શરૂ થશે તેવી ફિક્સ ડેટ નથી. એકવાર અમે તારીખ નક્કી કરી લઈએ પછી, સ્ટાર કાસ્ટ વિશે ર્નિણય લેવાની સારી સ્થિતિમાં હોઈશું. જ્યારે અન્ય એક્ટરને લેવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારે તે સમયની ઉપલબ્ધતા પર પણ ટકેલું હશે', તેમ તેમણે કહ્યું હતું. અગાઉ દ્ભય્હ્લઃ ચેપ્ટર ૩ વિશે વાતચીત કરતાં એક્ટર યશે જણાવ્યું હતું કે, મેં અને પ્રશાંતે પહેલાથી જ ઘણા સીન વિશે વિચાર્યું છે. ઘણી એવી બાબતો છે જે અમે ચેપ્ટર ૨માં નથી કરી શક્યા. તેથી અમને જાણ છે કે ઘણી શક્યતાઓ છે, તેમા ઘણા ધમાકેદાર સીન હશે. આ માત્ર આઈડિયા છે. દ્ભય્હ્લ ૨માં વિલનના રોલમાં સંજય દત્ત હતા, જેમના પાત્ર અધીરાનું મોત દેખાડવામાં આવ્યું હતું. તેથી, થોડા દિવસ પહેલા ફિલ્મના ત્રીજા ભાગમાં નેગેટિવ રોલમાં સાઉથ સ્ટાર રાણા દગ્ગુબાતીને લેવામાં આવશે તેવા પણ રિપોર્ટ્‌સ હતા. જાે કે, મેકર્સ કે એક્ટર તરફથી આ વિશે કોઈ જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.