કેએલ રાહુલની ટીમ બહાર થતાં ઈમોશનલ થઈ આથિયા
- 4:39 pm May 28, 2022
પતિની જીતથી ઝૂમી ઉઠી અનુષ્કા શર્માકેએલ રાહુલની ટીમ હારતાં ભીની થઈ આથિયાની આંખો આથિયા-કેએલ રાહુલ આ વર્ષે સાત ફેરા ફરે તેવી ચર્ચા
બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમની હાર થઈ હતી, આ સાથે જ ટીમની ૈંઁન્ ૨૦૨૨ની જર્નીનો અંત આવ્યો હતો. મેચ પહેલા આથિયા શેટ્ટીએ દિલથી પ્રાર્થના કરી હતી. અનુષ્કા શર્માએ પણ આમ ચોક્કસથી કર્યું હશે. જાે કે, એકની હાર તો થશે તે પહેલાથી જ નિશ્ચિત હતું. અનુષ્કાના પતિ વિરાટ કોહલી અથવા આથિયાના બોયફ્રેન્ડ કેએલ રાહુલે એલિમિનેશનનો સામનો કરવાનો હતો, અંતમાં અનુષ્કાની પ્રાર્થના ફળી હતી અને ઇઝ્રમ્ની જીત થઈ હતી.
૧૯મી ઓવરમાં જ્યારે જાેશ હેઝલવૂડે જ્યારે કેએલ રાહુલની વિકેટ ઝડપી ત્યારે જ લખનઉ સુપર જાયન્ટ્સની હાર સ્પષ્ટ થઈ ગઈ હતી. આથિયા, જે ઘણીવાર પેવેલિયનમાં બેસીને કેએલ રાહુલને ચીયર કરતી હોય છે તે હાર જાેઈને ઈમોશનલ થઈ હતી અને આંખો પણ ભીની થઈ હતી. સુનીલ શેટ્ટી, તેમની પત્ની અને દીકરો અહાન પણ કેએલ રાહુલની ટીમ માટે નિરાશ થયા હતા. બીજી તરફ પતિની ટીમ જીતતાં અનુષ્કા શર્માની ખુશીનું કોઈ ઠેકાણું રહ્યું નહોતું.
આશિયા શેટ્ટી અને કેએલ રાહુલના રિલેશનશિપ સ્ટેટસની વાત કરીએ તો, તેઓ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરા રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, તેઓ આ વર્ષે વિન્ટર વેડિંગ કરવાના છે. લગ્ન બાદ કપલ બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે, જે થોડા સમય પહેલા જ કેએલ રાહુલે ખરીદ્યું છે. તેમનું ઘર સી-ફેસિંગ છે અને ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ માના શેટ્ટી કરે તેવી શક્યતા છે. કેએલ રાહુલે જે બિલ્ડિંગમાં ઘર ખરીદ્યું છે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ જ્યાં રહે છે તે 'વાસ્તુ'થી ત્રણ બિલ્ડિંગ દૂર છે. હાલ બિલ્ડિંગનું કન્સ્ટ્ર્શન કામ ચાલી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સુનીલ શેટ્ટીએ ડિસેમ્બર ૨૦૨૨માં થનારા દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે બેસ્ટ હોટેલ, કેટરર અને ડિઝાઈનરને બુક કરી લીધા છે. કપલના લગ્નમાં પરિવાર સિવાય બોલિવુડ ઈન્ડસ્ટ્રી અને ક્રિકેટની દુનિયાના અંગત મિત્રોને આમંત્રણ આપવામાં આવશે.
આશિયા શેટ્ટીના વર્ક ફ્રંટની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૫માં તેણે સૂરજ પંચોલીની ઓપોઝિટમાં ફિલ્મ 'હીરો'થી ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'માં જાેવા મળી હતી, જે વર્ષ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી.