લગ્ન કરી ફ્રાન્સ ગયેલી યુવતીના શંકાસ્પદ મોત અંગે ફરિયાદ

  • 5:03 pm May 28, 2022

રામોલમાં જનતાનગરમાં રહેતા પરિવાર પર આભ તૂટ્યુંયુવતીને પતિ અને સાસરિયાએ ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હોઈ તે સેવાભાવી શરણાર્થી તરીકે રહેતી હતી

રામોલના જનતાનગર વિસ્તારમાં રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. જ્યારે તેઓને જાણવા મળ્યું કે પેરિસમાં રહેતી તેમની દીકરીનું અપમૃત્યુ થયુ છે. ત્યારે જનતાનગરમાં રહેતા ગૌરવ લાલાધન લાબેડે ભારતીય વિદેશ વિભાગ દ્વારા ફ્રાન્સની એમ્બેસીને લેખિતમાં ફરિયાદ મોકલી આપી છે કે, તેની બહેનને તેના પતિ તથા સાસરીયાઓએ ત્રાસ આપીને પેરિસમાં હત્યા કરી છે. ફરિયાદી ગૌરવની બહેન લાબડે સાધના પટેલનો મૃતદેહ  લેવા માટે ફ્રાન્સના પોલીસ અધિકારીઓએ તેને જાણ કરી હતી.

ત્યારે ગૌરવ લાબડેએ ફ્રાન્સમાં તેની બહેનના મિત્ર વર્તુળમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, તેના પતિ શૈલેષ દશરથભાઈ પટેલ તથા સસારીયાઓ દ્વારા તેને પરેશાન કરવામાં આવતી હતી અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેની બહેનને લગ્ન થયા ત્યારથી તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી તેની બહેન પેરિસમાં ફ્રેન્ચ સરકારની સેવાભાવી શરણાર્થી તરીકે રહેતી હતી. પેરિસમાં તેની બહેને ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રામોલના જનતાનગરમાં રહેતા ગૌરવ લાબાડેએ ભારતના વિદેશ મંત્રાલય મારફતે ફ્રાંસના એમ્બેસીમાં કરેલી લેખિતમાં ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, તેની બહેન લાબાડે સાધના પટેલના લગ્ન ગઈ ૨૦-૦૫-૨૦૧૬ના રોજ ગાંધીનગરમાં રહેતા શૈલેષ પટેલ સાથે થયા હતા. વર્ષ ૨૦૧૮માં તેની બહેન સાધના પતિ શૈલેષ સાથે યુરોપ થઈને જર્મનીથી ફ્રાંસમાં પેરિસ સ્થાયી થઈ હતી. પેરિસમાં સાધનાને તેનો પતિ શૈલેષ નાની અમથી વાતોમાં હેરાન પરેશાન કરતો હતો. લગ્ન જીવનમાં ભંગાણ ન પડે એટલે તેની બહેને બધુ મૂંગા મોંઢે સહન કરતી હતી. પતિ અને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપીને તેને ઘરમાંથી કાઢી (અનુસંધાન નીચેના પાને)