ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની ભરતી માટે ૧૭મી માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે..

  • 4:55 pm March 14, 2023

 

 

ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે મુજબ આ ભરતી પ્રક્રિયામાં અવિવાહિત ભારતીય પુરુષ તેમજ મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ ભરતી માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન www.agnipathvayu.cdac.in વેબસાઈટ ઉપર, તારીખ ૧૭મી માર્ચથી ૩૧મી માર્ચ દરમિયાન થઈ શકશે. અને પરીક્ષા ફી રૂ. ૨૫૦/- છે. અગ્નિવીર-વાયુ માટેની ઓનલાઈન પરીક્ષા તા. ૨૦ મે ૨૦૨૩ના રોજથી શરૂ થશે. તા.૨૬ ડિસેમ્બર ૨૦૦૨થી ૨૬ જૂન ૨૦૦૬ દરમિયાન જન્મેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકશે. પુરૂષ ઉમેદવાર માટે લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨.૫ સે.મી. તેમજ મહિલા ઉમેદવાર માટે લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨ સે.મી. હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત, શારિરીક માપદંડ તેમજ અન્ય માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ: www.agnipathvayu.cdac.in મુલાકાત લેવી.