પાલીતાણામાં ચુનાની ભઠ્ઠી નજીક તીનપત્તીનો જુગાર રમતાં બે ઇસમો ઝડપાયા..

  • 5:03 pm March 14, 2023

 

 

રોકડ રૂ.૨૭,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં બે માણસોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયા હતા.

ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પાલીતાણા,ચુનાની ભઠ્ઠી, વિક્રમનગર સોસાયટીમાં શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હાર જીત કરી જુગાર રમતાં હોવાની મળેલ હકીકત આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-

1. સંજયભાઇ દેવજીભાઇ રાઠોડ ઉ.વ.૩૭

2. બુધાભાઇ બાબુભાઇ રાઠોડ ઉ.વ.૪૪ રહે.બંને ચુનાની ભઠ્ઠી, આદપુર રોડ, પાલીતાણા જી ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૨૭,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ