રાધનપુરમાં કોલસાના વેપારી સાથે કોલસાની બે ટ્રકો ભરી જઈ ખોટા ચેક આપી છેતરપિંડી આચરતાં ફરીયાદ નોંધાઈ..

  • 5:35 pm March 14, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી ખાતે કોલસાનો વેપાર કરતા રમેશભાઈ મૂળજીભાઈ ગોકલાણી સાથે ચિટિગ થતાં રાધનપુર પોલીસ મથકે લેખીતમાં ફરિયાદ નોધાઈ છે. મળતી માહિતી અનુસાર મહેસાણાના ત્રણ વેપારીઓ દ્વારા કોલસાની બે ટ્રકો ભરી જઈ ખોટા ચેક આપી ખાતામાં પૈસા ના હોય તેવા ચેકો આપી ચીટીંગ કરતા રમેશભાઈ દ્વારા રાધનપુર પોલીસને લેખિતમાં ત્રણ લોકો વિરૂદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. તેમજ ગૃહ વિભાગ અને આઈ જી, ભુજ અને એસપી, પાટણ સહિત ઉચ્ચ કક્ષાએ રાધનપુરનાં વેપારી દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે .

ભોગ બનનાર વેપારીએ જણાવ્યું હતું કે કપટ પૂર્વક વર્તન તેમજ ધમકીઓ પરિવારજનોને મળી છે. તેમજ મહેસાણા, ઊંઝા વિસ્તારનાં ઈસમો હોવાનો દાવો કર્યો છે તેમજ પરીવારને નુકશાન પહોંચાડવાની ધમકી આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

રાધનપુરના વેપારીનું ચીટીંગ કરનાર ત્રણ શખ્સો વિરોધ લેખિતમાં  ફરિયાદ આપવામાં આવી છે. જેમાં મહેસાણાના પટેલ અશોકભાઈ ગાડાલાલ અને પટેલ ધવલ જીતેન્દ્રકુમાર અને અન્ય એક ઈસમ મળી ચીટીંગ કરી વારંવાર જુઠા વાયદા આપી ખોટા ચેકો આપી પૈસા ના આપતા હોય ઉપરથી મારી નાખવાની ધમકી આપતા  તેને લઈને  તેમના વિરુદ્ધ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રાધનપુરના કોલસા ના વેપારી રમેશભાઈ દ્વારા ગૃહમંત્રી સહિત આઈજી સાહેબ એસપી સાહેબ અને રાધનપુર ડીવાયએસપી તેમજ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. તેના આધારે રાધનપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા રાધનપુર પોલીસ એ ચક્રોગતીમાન કર્યા ની રાવ સામે આવી છે.

વધુમાં ફરિયાદી એ જણાવ્યું હતું કે મારા પરિવારને આ ટોળકી થી બચાવવા માટે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પગલાં લેવા જોઈએ તેવી  કોલસા નાં વેપારી ની માગણી ઉઠવા પામી છે.તો કોલસાના વેપારી અને ફરિયાદી એ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર તરફથી મદદરૂપ પ્રતિસાદ ની આશા વ્યક્ત કરી રહ્યો છુ. આમ, એક કોલસા નાં વેપારી સાથે ચિટિંગ થતાં પોલીસ તંત્ર દ્વારા કાયદેસર ની કાયૅવાહી ઝડપી કરવાની માંગણી ઉઠવા પામી છે.જે અનુસંધાને પોલીસ એ આગળ ની વધુ તજવીજ હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં ચક્રોગતીમાન કર્યા છે. રાધનપુરના વેપારી રમેશભાઈ ગોકલાણી નુ ચીટીંગ કરનાર ગેંગને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે તેવી કોલસાના વેપારીઓની માંગણી ઉઠવા પામી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર આ ગેંગના લોકોએ કેટલાક વેપારીઓને ટાર્ગેટ બનાવી ચીટીંગ કરેલો છે તો તાત્કાલિક ધોરણે તેમના સામે કાર્યવાહી થાય તેવી માગણી ઉઠવા પામી છે.