સમી બસ સ્ટેશનમાં ઠંડા પાણી માટેના કુલરનું યોગદાન..

  • 6:25 pm March 14, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લા નાં સમી ગામના જૈન સુશીલાબેન નરપતભાઈ ઝવેરી દ્વારા બસ સ્ટેશનમાં ઠંડા પાણી માટેના કુલર નું યોગદાન આપવામાં આવ્યું છે.જે કુલર સમી ટ્રાફિક કંટ્રોલ ની દેખરેખ હેઠળ બસ સ્ટેશનમાં વીર જલધારા નામની પરબમાં રૂપાંતર થયેલું અને તેનાથી સમી ગામ ખાતે તથા બસ સ્ટેશનમાં અવરજવર કરતા મુસાફરો માટે ઉનાળા દરમિયાન પાણીની તરસ છીપાવવા માટે વીર જલધારા પાણીની પરબ કુલર થી ઠંડુ થયેલુ પાણી પીવા માટે આશીર્વાદરૂપ નીવડેલ છે.

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મહત્વનું છે કે બસ ડેપો ખાતે અવર જવર કરતા મુસાફરો પાણી માટે વલખા મારતા હોઈ છે ત્યારે અમુક ડેપો માં પાણી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોતી નથી.ત્યારે સમી બસ સ્ટેશન ખાતે ઠંડા પાણીના કૂલર નાં દાતા જૈન સુશીલાબેન નરપતભાઈ ઝવેરી દ્વારા બસ સ્ટેશનમાં કુલર નું યોગદાન આપવામાં આવતા મુસાફરો માટે આશીર્વાદ રૂપ બન્યું છે. કૂલરનાં દાતા દ્વારા ઠંડા પાણી નાં કૂલર ની વ્યવસ્થા કરવામાં આવી છે.જે સમી બસ ડેપો મુસાફરો અને અવર જવર કરતા લોકો માટે આશીર્વાદ રૂપ નીવડી છે.